Ignite IT દ્વારા યુકેમાં ટેક લીટરસી વધારવા પ્રયત્નશીલ વીર હરીઆ

- સુનેત્રા સિનિયર Wednesday 22nd January 2020 05:45 EST
 
 

Ignite IT બિઝનેસીસને તેમના સંસ્થાકીય મોડેલ્સને સુધારવામાં મદદરૂપ થવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ સરળ બનાવવા અસરકારક ડિજીટલ સોલ્યુશન્સ પૂરા પાડે છે. તે ઉત્પાદકતા માટે છે એટલે કે આપનું હાલનું IT આપને શું સુવિધા આપી શકે ? તે કેવી રીતે કાર્ય કરે છે, તેમાં શું ઉમેરી શકાય તેના વિશે છે. ઉદાહરણ તરીકે Zoomનો ઉપયોગ કરવાથી મિટીંગમાં હાજરી આપવા માટે તમારે ઓફિસ છોડીને જવું પડે નહીં.

Ignite Itના વીર હરીઆએ કહ્યું,‘અમે યુકેમાં ટેક લીટરસીને વધારવા માગીએ છીએ. સ્કૂલોમાં આપણને કેવી રીતે વાંચવુ અને લખવું તે શીખવવામાં આવે છે. આપણે જે યુગમાં જીવીએ છીએ તેમાં આપણી આસપાસ જે સાધનો (ડિવાઈસ) છે તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે સમજવું પણ મહત્ત્વનું છે.’ આ સિદ્ધાંતને અનુસરીને કંપનીએ કન્સલ્ટેશનના બે અલગ લેવલ રાખ્યા છે. જે લોકો તદ્દન નવા છે અને જે લોકો ટેક્નોલોજીનો પ્રોફેશનલ અને પોતાના જીવનમાં ઉપયોગ કરવા માગે છે તે. બન્નેમાંથી કોઈ પણ રીતે ડિજીટલ માધ્યમ સાથે વધુ કાર્યદક્ષતાથી ઈન્ટર એક્શન કરવાનું શક્ય બને છે.

પ્રથમ સત્તાવાર ક્લાયન્ટ મળ્યા તે પળને વીર ખૂબ મહત્ત્વની પળ બતાવે છે. તેઓ ગયા ડિસેમ્બરથી વર્કશોપ ચલાવે છે. તે પછી તેમણે કોમ્યુનિટી સેન્ટરમાં વીક્લી ક્લાસીસ શરૂ કર્યા. તેઓ ૬થી ૧૦ વયસ્કોના ગ્રૂપ સાથે વાત કરે છે, તેમના પ્રશ્રોના જવાબો આપે છે, તેમને જે સંપર્કનો અભાવ લાગતો હોય તેને સારી રીતે સમજવા માટે તેમની સાથે મળીને કામ કરે છે. તેમનું માનવું છે કે ભેગા મળીને કામ કરવાથી વધુ શીખવા મળે છે.

યુનિવર્સિટીનો અભ્યાસ પૂરો કર્યા પછી વીર હરીઆ પ્રોગ્રામર અથવા વેબ ડેવલપર બનવાના હતા. પરંતુ, તેનાથી વ્યક્તિગત સંપર્કનું પ્રમાણ વધ્યું ન હોત. તેથી તેમણે ટ્રાવેલિંગ પસંદ કર્યું. તેઓ જે હોસ્ટેલમાં રહેતા ત્યાં સૌને મદદરૂપ થયા. શરૂમાં તેઓ માલિકોને લેપટોપ અને ફોનનો ઉપયોગ કેવી રીતે કરવો તેમાં મદદ કરતા અને તેમની વેબસાઈટ માટે ટીપ આપતા. ઓસ્ટ્રેલિયામાં ૩-૪ મહિના રહીને તેમણે સોશિયલ મીડિયાનો વ્યાપ વધારીને, વિવિધ એકાઉન્ટ્સનું વ્યવસ્થિત સંચાલન કરીને તેમજ નવા વિકલ્પો સૂચવીને એક બિઝનેસને સારા પરિણામ અપાવ્યા હતા.

થોડા વર્ષ પછી યુકેમાં અલગ અલગ કંપનીઓ સાથે વીરનો બિઝનેસ શરૂ થયો. આ વીરે ખૂબ મહત્ત્વના સમયમાં યોગ્ય દિશાસૂચન કરવા બદલ વીરે તેમના ભાઈ શિવનો આભાર માન્યો હતો. વીરના મતે આખરી ઉદ્દેશ તો લોકો અને ટેક્નોલોજી સાથે તાદાત્મ્ય સધાય તે છે. તેઓ બિઝનેસને ડિજીટલ બનાવવામાં મદદ કરે છે. તેમના મતે રિસર્ચ અને પ્રોબ્લેમ સોલ્વિંગ મુખ્ય સ્કીલ છે. વીરને સોફ્ટવેર ડેવલપિંગમાં સારો અનુભવ છે અને કોમ્પ્યુટર સાયન્સની ડિગ્રી પણ છે.

જોકે, વીરે જે ડિગ્રી મેળવી છે તે હાલના બિઝનેસમાં તેમને ખાસ મદદરૂપ થતી નથી. વીરના કહેવા મુજબ કોમ્પ્યુટર સાયન્સ ભણતી વખતે જે શીખીએ છીએ તે મોટાભાગે પરોક્ષરૂપે શું થાય છે તે હોય છે જ્યારે Ignite IT માં તેઓ છેલ્લામાં છેલ્લી પ્રોડક્ટની માહિતી મેળવી શકે છે અને પ્રોફેશનલ ડાયનેમિક્સ સાથે ડીલ કરવા પર ધ્યાન આપે છે.


comments powered by Disqus