બોલિવૂડમાં કોરોનાનો પ્રથમ કેસઃ સિંગર કનિકા કપૂર આઈસોલેશનમાં

Thursday 26th March 2020 03:12 EDT
 
 

બોલિવૂડ ગાયિકા કનિકા કપૂરને કોરોનાનો ચેપ લાગતાં કનિકાને લખનઉની કેજીએમયુના આઈસોલેશન વોર્ડમાં દાખલ કરાઈ છે. લંડનથી આવ્યા બાદ તે લખનઉમાં રોકાઈ હતી અને પછી તાજ હોટલમાં યોજાયેલી એક પાર્ટીમાં હાજર રહી હતી.
આ પાર્ટીમાં રાજસ્થાનના પૂર્વ મુખ્ય પ્રધાન વસુંધરા રાજે તથા તેમનો દીકરો ભાજપ સાંસદ દુષ્યંત સિંહ પણ હાજર હતાં. હવે સ્વાસ્થ્ય વિભાગ પાર્ટીમાં સામેલ તમામની સ્વાસ્થ્ય તપાસ માટે લોકોની માહિતી ભેગી કરી રહ્યું છે અને તમામના ટેસ્ટ કરાશે. જો આમાંથી કોઈનામાં પણ કોરોનાના લક્ષણ દેખાશે તો તેમને અલગ રાખવામાં આવશે.
બોલિવૂડ સિંગર કનિકા કપૂર કોરોના પોઝિટિવ જાહેર થઇ ૧૪ દિવસ અલગ રહેવાને બદલે કનિકા લખનઉમાં પાર્ટીઓમાં સામેલ થતી રહી હતી. એ દરમિયાન તે ૪૦૦થી વધુ હાઇ પ્રોફાઇલ લોકોના સંપર્કમાં આવી હતી. રાજસ્થાનના માજી સીએમ વસુંધરા રાજે, તેમના સાંસદ પુત્ર દુષ્યંતસિંહ અને ઉત્તર પ્રદેશના આરોગ્ય પ્રધાન જયપ્રતાસિંહ પણ તેમાં સામેલ છે. પાર્ટીમાં કનિકા સાથે સેલ્ફી લેનારા દુષ્યંત સંસદ અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના કાર્યક્રમમાં પણ ગયા હતા. બીજી બાજુ વસુંધરા અને દુષ્યંત સ્વયં અલગ રહેવું શરૂ કર્યું છે. દુષ્યંત સ્વયં અલગ રહેવું શરૂ કર્યું છે. દુષ્યંતના સંપર્કમાં આવેલા તૃણમૃણ સાંસદ ડેરેક ઓબ્રેન અને કોંગ્રેસ નેતા દીપેન્દ્ર હુડા પણ આઇલોલેશનમાં છે.


comments powered by Disqus