ક્વિન એલિઝાબેથ દ્વિતીય અને પ્રિન્સ ફિલિપે ૭૩મી મેરેજ એનિવર્સરી ઉજવી

Wednesday 25th November 2020 06:37 EST
 
 

લંડનઃગત ૨૦ નવેમ્બરે ક્વિન એલિઝાબેથ દ્વિતીય અને ડ્યૂક ઓફ એડિનબરાએ તેમના લગ્નની ૭૩મી વર્ષગાંઠ ઉજવી હતી. આ પ્રસંગે તેમણે તેમના ગ્રેટ ગ્રાન્ડચીલ્ડ્રન પ્રિન્સ જ્યોર્જ, પ્રિન્સેસ શાર્લોટ અને પ્રિન્સ લુઈસે પાડેલો એક ફોટો જાહેર કર્યો હતો.

આ શાહી દંપતિ હાલ વિન્ડસર કાસલમાં લોકડાઉનનો સમયગાળો વીતાવી રહ્યું છે અને તસવીરમાં તેઓ આ કાસલના ઓક રૂમમાં એક સોફા પર બેઠેલા નજરે પડ્યા હતા. કદાચ તેમના લાંબા લગ્નજીવનના પ્રતીકાત્મક સંદર્ભ તરીકે ક્વિને પ્લેટિનમમાં ફીટ કરેલું નીલમ અને હીરાથી બનેલું ક્રિસેન્થેમમ બ્રૂચ લગાવ્યું હતું. અગાઉ હેમ્પશાયરમાં બ્રોડલેન્ડ્સ ખાતે તેમના હનીમૂન દરમિયાન લેવાયેલા ફોટામાં પણ તેમણે આ બ્રૂચ જ લગાવ્યું હતું. ૨૦૦૭માં તેમના ડાયમન્ડ વેડિંગ દરમિયાન પણ ક્વિને આ બ્રૂચ લગાવ્યું હતું. જે તે વખતે

તેમની ગોલ્ડન વેડિંગ એનિવર્સરી વખતે ક્વિને લંડનમાં ગિલ્ડહોલમાં આપેલા વક્તવ્યમાં પ્રિન્સ ફિલિપની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું,‘ તેઓ સહેલાઈથી પ્રશંસાનો સ્વીકાર કરતા નથી. પરંતુ, આ તમામ વર્ષો દરમિયાન તેઓ મારી શક્તિ રહ્યા છે અને મારી સાથે રહ્યા છે.’

૯૯ વર્ષીય પ્રિન્સ ફિલિપ ૨૦૧૭માં જાહેર જીવનમાંથી નિવૃત્ત થયા ત્યારથી આ શાહી યુગલ ઘણો સમય એકબીજાથી અલગ રહ્યું છે. પ્રિન્સ ફિલિપ મોટે ભાગે નોરફોકમાં સેન્ડ્રીંગહામ એસ્ટેટમાં રહેતા હતા જ્યારે ક્વિન વિન્ડસર કાસલ અને બકિંગહામ પેલેસમાં રહેતા હતા. જોકે, કોરોના મહામારીના લોકડાઉનમાં શાહી યુગલ વિન્ડસર કાસલમાં સાથે રહે છે.

૭૩ના ઉપસેલા આંક સાથેનું આ રંગીન કાર્ડ શુભેચ્છકોએ શાહી યુગલને મોકલેલા એનિવર્સરી કાર્ડ અને પત્રો પૈકી એક હતું.


    comments powered by Disqus