સ્વર્ગસ્થ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની પૂર્વ મેનેજર દિશા સલિયને સુશાંતના આપઘાતના એક સપ્તાહ પહેલાં જ આત્મહત્યા કરી હોવાનું પોલીસમાં પ્રાથમિક સ્તરે નોંધાયેલું છે. જોકે દિશાના મૃત્યુની તપાસમાં તાજેતરમાં એક નવો ખુલાસો થયો હતો. દિશાની કોલ ડિટેલ્સથી ખ્યાલ આવે છે કે તેના મોત બાદ પણ તેનો ફોન ઘણાં દિવસો સુધી એક્ટિવ હતો. આ કેસમાં પોલીસે કહ્યું હતું કે કેટલોક ડેટા લેવા માટે તેમણે જ દિશાનો ફોન ઓન કર્યો હતો.
મીડિયામાં રિપોર્ટ અનુસાર, દિશાના મોબાઈલ કોલના ડેટા રિપોર્ટને આધારે આ વાતનો ખુલાસો જોકે પોલીસે કર્યો હતો કે દિશાનું મોત આઠ જૂને થયું હતું. ત્યારબાદ ૯, ૧૦, ૧૫ તથા ૧૭ જૂનના રોજ દિશાનો ફોન એક્ટિવ થયો હતો. જે પોલીસ દ્વારા થયો હતો. આ દરમિયાન ફોનમાં ઈન્ટરનેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સાથે એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે અનેક ફોન કોલ્સ પણ કરવામાં આવ્યા હતા. પોલીસે આ અંગે કહ્યું છે કે ડેટા કલેક્શન માટે ફોન ઓન કર્યો હતો. જોકે પોલીસના દાવાથી દિશાના ફોનનો CDR રિપોર્ટ અલગ છે. આ રિપોર્ટ પ્રમાણે, આઠ જૂન પછી દિશાના ફોનમાં ઈન્ટરનેટનો ઉપયોગ થયો તે દિશાના સામાન્ય ઈન્ટરનેટ ઉપયોગથી પણ વધુ હતો. આ મામલે વધુ તપાસ થઈ રહી છે.