ફિલ્મ અભિનેત્રી સાયરાબાનુએ ૨૩મી ઓગસ્ટે પોતાનો ૭૫મો જન્મદિવસ મનાવ્યો હતો. સાયરાએ પોતાની કારકિર્દીમાં ઘણી સફળ અને હિટ ફિલ્મો આપી છે. તેમણે પોતાનાં કરતાં ૨૨ વર્ષ મોટા અભિનેતા દિલીપકુમાર સાથે લગ્ન કર્યાં છે.
સાયરા આઠ વર્ષની હતી ત્યારે તેણે ૧૯૫૨માં આવેલી ‘આન’ ફિલ્મ જોઈ હતી અને તેમને દિલીપકુમાર ગમવા લાગ્યા હતા.
સાયરાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું હું નાની હતી ત્યારે લંડનમાં ભણતી હતી. ત્યારથી જ મને મિસિસ દિલીપ કુમાર બનવાની ઈચ્છા હતી.