એમેઝોન પ્રાઈમ વીડિયો દ્વારા સોમવારે વેબસિરિઝ ‘મિર્ઝાપૂર - ટુ’ની રિલિઝ ડેટની જાહેરાત કરાઈ હતી. આ સિરિઝ ૨૩મી ઓક્ટોબરથી દર્શાવાશે.
એક્સલ એન્ટરટેઈનમેન્ટના નિર્માતા રિતેશ સિધવાણીએ કહ્યું હતું કે, વર્ષ ૨૦૧૮માં જ્યારે ‘મિર્ઝાપૂર’ આવી ત્યારે દર્શકોનો તેને અસીમ પ્રેમ મળ્યો અને વિશ્વભરમાં આ સિરીઝ વખણાઈ હતી. તેથી ‘મિર્ઝાપૂર-૨’ બનાવવાનો વિચાર અમલમાં મુકાયો હતો.
આ અંગે એમેઝોન પ્રાઈમ વીડિયો - ઈન્ડિયાના પ્રમુખ અપર્ણા પુરોહિતે કહ્યું કે, ‘મિર્ઝાપૂર’ અમારા માટે ગેમ ચેન્જર સિરીઝ ટાઈટલ રહ્યું હતું. આશા છે કે ‘મિર્ઝાપૂર -૨’ પણ દર્શકોને ગમશે.