BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, લંડન દ્વારા વાર્ષિક ચેરિટી ચેલેન્જનું આયોજન

Wednesday 26th February 2020 05:20 EST
 

ગઈ ૧૫ ફેબ્રુઆરીને શનિવારે BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, લંડન અને યુકેમાં આવેલા અન્ય BAPS કેન્દ્રો ખાતે BAPS વાર્ષિક ચેરિટી ચેલેન્જનું લોંચીંગ કરાયું હતું. આ વર્ષે મે મહિનામાં યોજાનારી ચેલેન્જ માટે તેમના રાષ્ટ્રીય ચેરિટી પાર્ટનર ટ્રીઝ ફોર સિટીઝ છે.

આ ચેરિટી આંતરરાષ્ટ્રીય સ્તરે શહેરી વિસ્તારોમાં વૃક્ષો વાવવાનું અને હરિયાળા શહેરોનું નિર્માણ કરવાની કામગીરી કરતી યુકેની એકમાત્ર સંસ્થા છે. ૧૯૯૩થી પાર્ક્સ, સ્ટ્રીટ્સ, વનો, સ્કૂલો, હોસ્પિટલો અને હાઉસિંગ એસ્ટેટ્સ જેવા શહેરી વિસ્તારોમાં ૧ મિલિયનથી વધુ વૃક્ષો વાવવા માટે સંસ્થાએ ૧૦,૦૦૦થી વધુ વોલન્ટિયર્સને કામે લગાડ્યા હતા.

ટ્રીઝ ફોર સિટીઝ ઉપરાંત યુકેની આસપાસના સેન્ટરો પણ જુદાજુદા સ્થાનિક ઉદેશો માટે મદદ કરશે.

myBAPS પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવીને આ વર્ષની વાર્ષિક ચેરિટી ચેલેન્જમાં ભાગ લેવા સૌને આમંત્રણ છે. જેમની પાસે myBAPS અકાઉન્ટ ન હોય તેમણે તેમના સત્સંગી Idનો ઉપયોગ કરીને નવું અકાઉન્ટ બનાવવાનું રહેશે.

એન્યુઅલ ચેરિટી ચેલેન્જ કો-ઓર્ડિનેટર દ્વારા સ્થાનિક મંદિર અથવા સેન્ટર ખાતે પણ રજિસ્ટ્રેશન કરાવી શકાશે.

આ ઈવેન્ટ વર્ષોથી BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, લંડનનો સૌથી મોટો ફંડરેઝિંગ ઈવેન્ટ છે અને તેને આ વર્ષે ફરી સફળ બનાવવા સૌનો સહયોગ જરૂરી છે.

વધુ માહિતી માટે સંપર્ક. 020 8965 2651


comments powered by Disqus