યુએસ પ્રમુખ ટ્રમ્પને અમદાવાદમાં સાબરમતી આશ્રમની મુલાકાત દરમિયાન કેટલાક મેમેન્ટો ભેટ અપાયા હતા. જેમાં...
• સ્વાગત વેળા ખાદીનો ખેસ
• કાષ્ટમાંથી તૈયાર કરેલો ચરખો
• પેન્સિલથી તૈયાર થયેલો મહાત્મા ગાંધીનો સ્કેચ (આ સ્કેચનો ફોટોગ્રાફ વર્ષ ૧૯૩૧માં લંડનમાં લોર્ડ ઈરવિનની વિનંતીથી લેવાયો હતો)
• ખાદી પેપર પર પ્રિન્ટ થયેલી મહાત્મા ગાંધીની આત્મકથા
• ગાંધી આશ્રમ દ્વારા ચાલતા ગાંધી પોર્ટલ અને ટ્વિટરમાં આશ્રમ દ્વારા જે ટ્વિટ કરવામાં આવે છે તેમાંથી તૈયાર કરાયેલી ૧૫૦ ટ્વિટ ક્વોટ્સની બુકલેટ
• બંગાળી અને દેવનાગરી લિપિમાં ગાંધીજીએ આપેલ મેસેજ અને તેમના હસ્તાક્ષરો ધરાવતી કૃતિ ખાદીના કાપડ પર પ્રિન્ટ થયેલી કૃતિ મઢેલી ફ્રેમ
• ખોટું બોલવું નહીં, ખોટું સાંભળવું નહીં અને ખોટું કરવું નહીં તેવા મહાત્માના મેસેજ વાળી ત્રણ વાંદરાની પ્રતિકૃતિ. ગ્રેનાઇટ અને આરસના પથ્થરમાંથી તૈયાર થયેલી આ કૃતિનું વજન ૧૫ કિ.ગ્રા. હતું.

