પ્રિયંકાના પાંચ કરોડ ફોલોઅર્સ

Wednesday 26th February 2020 02:16 EST
 
 

અભિનેત્રી પ્રિયંકા ચોપરાના ફોલોઅર્સની સંખ્યા તાજેતરમાં ૫૦ મિલિયનને ક્રોસ કરી ગઈ છે. જોકે, આ પહેલાં ઈન્ડિયન ક્રિકેટ ટીમ કેપ્ટન વિરાટ કોહલીના ફોલોઅર્સ પચાસ મિલિયનનો આંકડો પાર કરી ગયો હતો. વિરાટ કોહલી પહેલો ભારતીય છે, જેના ઈન્સ્ટાગ્રામમાં ૫૦ મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.
હાલમાં વિરાટ કોહલીના ઈન્સ્ટાગ્રામ પર ૫૦.૨ મિલિયન ફોલોઅર્સ છે. વિરાટ તથા પ્રિયંકા બાદ ત્રીજા નંબરે દીપિકા પાદુકોણ છે. દીપિકાના ૪૪.૨ મિલિયન ફોલોઅર્સ છે. વર્ષ ૨૦૧૯ના ઈન્સ્ટાગ્રામ રિચ લિસ્ટમાં માત્ર પ્રિયંકા અને વિરાટ એમ બે ભારતીય સેલેબ્સના નામ સામેલ હતાં. આ લિસ્ટમાં એ વાતની માહિતી આપવામાં આવે છે કે સેલેબ્સ ઈન્સ્ટાગ્રામમાં પેડ પોસ્ટ દ્વારા કેટલી કમાણી કરે છે.


comments powered by Disqus