બોલિવૂડ હિટ ફિલ્મ ‘જબ વી મેટ’ ફેમ ફિલ્મમેકર ઈમ્તિયાઝ અલીની ફિલ્મ ‘લવ આજ કલ’ તાજેતરમાં રિલીઝ થઈ ચૂકી છે. ફિલ્મમાં કાર્તિક આર્યન અને સારા અલી ખાનની રોમેન્ટિક જોડી છે. ફિલ્મમાં ૧૯૯૦ તથા ૨૦૨૦ એમ બે ટાઈમ ઝોનના વાર્તા છે.
વાર્તા રે વાર્તા
ફિલ્મમાં ઝોઈ (સારા અલી ખાન) આજના સમયની મોડર્ન યુવતી છે. તેની પ્રાથમિકતા કરિયર છે. તેના માટે છોકરાઓ સાથે મિત્રતા કેળવવી કે રોમાન્સ એ ટાઈમ પાસ છે. ઝોઈની મુલાકાત પ્રોગ્રામિંગ એન્જિનિયર વીર (કાર્તિક આર્યન) સાથે થાય છે. વીર પોતાના જીવનમાં ઝોઈને સ્પેશિયલ માને છે. જોકે, વીર તેની સાથે લાંબા ગાળાની રિલેશનશિપ બાંધતા ખચકાય છે. આ વાત ઝોઈને પસંદ આવતી નથી. તે વીરથી દૂર રહેવા લાગે છે, પણ વીર સતત ઝોઈનો પીછો કરતો રહે છે. ઝોઈ જ્યાં કામ કરે છે ત્યાં વીર કામ કરવા લાગે છે. રઘુ (રણદીપ હૂડા) ઝોઈનો બોસ હોય છે. રઘુ પોતાના જમાનાની લવ સ્ટોરી સંભળાવીને ઝોઈને એ વાતનો અહેસાસ કરાવવા માગે છે કે તેના માટે વીર ખાસ છે. ફિલ્મમાં ‘શાયદ’, ‘મહેરમા’, ‘રહોગી મેરી’, ‘ઔર તન્હા’, ‘હાં તુમ હો’ જેવા ગીતો શ્રોતાઓને પસંદ આવ્યા છે.
ડિરેક્ટર: ઈમ્તિયાઝ અલી
સ્ટારકાસ્ટ: કાર્તિક આર્યન, સારા અલી ખાન, રણદીપ હૂડા, આરુષિ શર્મા
સંગીતઃ પ્રીતમ

