શિલ્પાના ઘરે પુત્રીનાં પગલાં થયાં

Wednesday 26th February 2020 02:11 EST
 
 

અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુંદ્રા બીજી વાર માતા બની છે. સરોગસીની મદદથી શિલ્પાના ઘરે દીકરીનો જન્મ થયો છે. શિલ્પાએ દીકરીના હાથનો ફોટો મૂકીને સોશિયલ મીડિયામાં લખ્યું કે, ઓમ ગણેશાય નમઃ અમારી પ્રાર્થનાઓનો જવાબ મળી ગયો. એ જણાવતા આનંદ થાય છે કે લિટિલ એન્જલે અમારા ઘરે પગલાં પાડ્યાં છે. સમીશા શેટ્ટી કુંદ્રા. સમીશાનો જન્મ ૧૫મી ફેબ્રુઆરી, ૨૦૨૦ના રોજ જન્મ થયો હતો. ઘરમાં જુનિયર એસએસકે આવી ગઈ. વર્ષ ૨૦૦૯માં શિલ્પાના લગ્ન બ્રિટનવાસી ઉદ્યોગપતિ રાજ કુન્દ્રા સાથે થયાં હતાં. વર્ષ ૨૦૧૨માં શિલ્પાએ દીકરા વિયાનને જન્મ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, શિલ્પા બોલિવૂડમાં ૧૩ વર્ષ બાદ શબ્બીર ખાનની ફિલ્મ ‘નિકમ્મા’થી કમબેક કરી રહી છે. ‘નિકમ્મા’ જૂન, ૨૦૨૦માં રિલીઝ થશે.


comments powered by Disqus