‘શુભ મંગલ ઝ્યાદા સાવધાન’ દુબઇ - યુએઈમાં પ્રતિબંધિત

Sunday 01st March 2020 02:09 EST
 
 

આયુષ્માન ખુરાના, જિતેન્દ્ર કુમાર, નીના ગુપ્તા અને ગજરાજ રાવ સ્ટારર ફિલ્મ ‘શુભ મંગલ ઝ્યાદા સાવધાન’ ગે રિલેશનશિપ પર આધારિત ફિલ્મ છે. ભારતમાં તો ફિલ્મ રિલીઝ માટે લીલી ઝંડી મળી ગઈ છે અને ફિલ્મ ૨૧મી ફેબ્રુઆરીએ રિલીઝ થઇ ગઈ છે, પણ આ ફિલ્મ દર્શાવવા પર દુબઇ અને મિડલ ઇસ્ટમાં પ્રતિબંધ છે. ફિલ્મની થીમ સજાતીય સંબંધ પર આધારિત હોવાથી અને ફિલ્મમાં આયુષ્માન અને જિતેન્દ્રનો કિસિંગ સીન હોવાથી ફિલ્મ દુબઇ - યુએઈમાં પ્રતિબંધિત છે. અહેવાલો છે કે સમલૈંગિક સંબંધો પર આ ફિલ્મ હોવાથી આપમેળે જ આ દેશોમાં ફિલ્મ પર પ્રતિબંધ લાગી ગયો છે. આ દેશોમાં ફિલ્મ રિલીઝ કરવા માટે ફિલ્મ મેકર્સે ફિલ્મમાંથી કિસિંગ સીન હટાવવાની તૈયારી પણ દર્શાવી હતી, પરંતુ આ બંને દેશોના કાયદા માટે આ કિસિંગ સીન જ નહીં સંપૂર્ણ ફિલ્મનું કન્ટેન્ટ જ પ્રતિબંધનું મુખ્ય કારણ હોવાનું જણાવાયું છે.


comments powered by Disqus