સેફ્ટીપીન યુ પીન ટાંકણીમાંથી પણ બનાવો એક્સેસરી

Wednesday 27th May 2020 06:52 EDT
 
 

ક્યારેક એવું બને કે કોઈ પ્રસંગે તમારી પાસે ડેલિકેટ ઘરેણા પહેરવા માટે તૈયાર ન હોય એ સમયે સેફ્ટી પીન, ટાંકણી, યુ પીન હાથવગા હોય તો તમારી સમસ્યાનો તુરંત ઉકેલ આવી શકે છે. આ દરેક વસ્તુમાંથી પણ જ્વેલરી બની શકે છે.
બ્રેસલેટ, ઇઅરરિંગ, પાયલ, નેકલેસ, રિંગ તમે ઝડપથી બનાવી શકો છો. આ વસ્તુઓમાંથી અમુક ઇઅરરિંગ ખોલીને પણ પહેરી શકો છો તો અમુક ઇઅરરિંગ શેપમાં જોવા મળે છે. ડાયમન્ડ, ગોલ્ડ, સિલ્વર, મોતી, સ્ટોન, કોપરમાં તમને વિવિધ ડિઝાઇનની પિન ઇઅરરિંગ મળી રહેશે. બીડ્સ નાંખેલા નેકલેસની વિવિધ વેરાઇટી તમારું દિલ જીતી લેશે. બીજી બાજુ માત્ર યુપીનની ડિઝાઈનથી બનેલો નેકલેસ પહેરશો તો એ તમને પહેરવામાં સરળ પણ રહેશે અને હટકે લુક આપશે. બ્રેસલેટમાં તમે સેફ્ટીપીન કે યુ પીનમાં બીડ્સ નાંખી દો તો કાયમ માટે એક એક્સેસરી વસી જશે. યુ પીન કે સેફ્ટીપીનમાંથી રિંગ બનાવવી સૌથી સહેલી છે.
• જો તમારી પાસે દોરો હાજરમાં હોય તો સેફ્ટી પીનને જોડી જોડીને બનાવેલી કોઈ પણ જ્વેલરી પર દોરાનું વર્ક જ્વેલરીને વધુ આકર્ષક બનાવશે. માત્ર જોઈન્ટનો ભાગ છોડીને બાકીના ભાગે દોરો વીંટી દેવાથી સિલ્વર અને ગોલ્ડન
ચમક એક્સેસરીને મળી રહેશે. આ ઉપરાંત જ્વેલરી બનાવતી વખતે એ ધ્યાન ખાસ રાખવું કે તેનો અણી વાળો ભાગ જ્વેલરી પહેરતી વખતે ખૂંચે કે વાગે નહીં. એ માટે તમે એ ભાગે દોરો વીંટી શકો છો.
• યુ પીનના ઉપયોગથી પણ તમે સેફ્ટીપીનની જેમ જ વિવિધ જ્વેલરી બનાવી શકો છો. યુ પીનના ઇઅરરિંગ ખૂબ જ સુંદર લાગે છે. તમારી પાસે બીડ્સ પડ્યાં હોય એ અથવા તો કોઈ રંગીન પેપર પડ્યું હોય એ પણ જો તાત્કાલિક યુ પીનની જ્વેલરી પર વીંટી દેવામાં આવે તો જ્વેલરી સુંદર બની રહેશે.
• જ્વેલરીમાં ટાંકણીનો ઉપયોગ ઇઅરરિંગ કે ટોપ બનાવવા માટે થઈ શકે છે. ટાંકણીના ટોપના ભાગે જરી ધરાવતા અથવા સાદા ગ્લિટર ગમનું ટપકું મૂકી દેવાથી ફેન્સી ઈઅર એક્સેસરી તૈયાર થઈ શકે છે. ટાંકણીના વચ્ચેના ભાગેથી બે ટુકડા કરીને એના પર ગ્લિટરના ટપકાં મૂકીને ઈઅર એક્સેસરી થઈ શકે ક્યારેક તમારી બુટ્ટીની ડાંડલ તૂટી ગઈ હોય તો એ માટે પણ ટાંકણી કામ આવી શકે છે. ટાંકણીને ગમથી ચોંટાડી શકાય છે અને એમાં પેચ ભરાવીને બુટ્ટી પહેરી શકાય છે.
• સેફ્ટીપીન યુ પીન કે ટાંકણીના ઉપયોગથી શ્રેષ્ઠ વેસ્ટમાંથી બેસ્ટ એક્સેસરી પણ બની શકે છે. ઘરમાં પડેલાં મોતી, બીડ્સ, પ્લાસ્ટિક બીડ્સ, સ્ટોન, તાર, દોરા કંઈ પણ ચીજથી આ ત્રણેયના ઘરેણાંને સજાવી શકાય છે અને નવું કલેક્શન ઊભું કરી શકાય છે.


comments powered by Disqus