સલમાન ખાન બિગ બોસ-૧૪નો હોસ્ટ છે અને તેના થકી જ આ શોને ખાસ્સી લોકપ્રિયતા મળે છે. તેથી સલમાન પૂરેપૂરો આનો ફાયદો ઉઠાવીને દર વર્ષે ફ્રીમાં અઢળક વધારો કરાવતો રહે છે. મીડિયા રિપોર્ટસ મુજબ બિગ બોસ ૧૪મી સિઝન માટે સલમાન આ વખતે અઢળક રકમ વસૂલ કરવાનો છે. આ વખતે સલમાન ખાન ટીવી રિયાલિટી શો માટે પૂરા ૨૫૦ કરોડ રૂપિયા ચાર્જ કરવાનો છે. શો સાથે જોડાયેલા સૂત્રે આ જાણકારી આપતા જણાવ્યું હતું કે, સલમાન આ વખતે બિગ બોસ ૧૪ માટે અઠવાડિયામાં એક દિવસ શૂટિંગ કરવાનો છે, જેના માટે તે રૂ. ૨૦.૨૫ કરોડ રૂપિયા ચાર્જ કરવાનો છે. એક એપિસોડના પ્રમાણે રૂ. ૧૦.૨૫ કરોડ તે મહેનતાણું લેશે. દર વર્ષે સલમાન ખાન માટે એક બ્લેકેન્ટ ડીલ થતી હોય છે જેમાં સલમાને કલર્સ ચેનલના અમુક એવોર્ડમાં હાજરી આપવી પડે છે.