થોડાં દિવસ પહેલાં ટચૂકડા પડદાના અભિનેતા મનમીત ગ્રેવાલે આર્થિક સંડકામણને પગલે આત્મહત્યા કરી હતી તેનો આઘાત હજી વિસરાયો નથી ત્યાં ટીવી અભિનેત્રી પ્રેક્ષા મહેતાએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાના સમાચાર ૨૭મી મેએ મળ્યાં છે.
‘ક્રાઈમ પેટ્રોલ’, ‘લાલ ઈશ્ક’ અને ‘મેરી દુર્ગા’ જેવા શોમાં નાના મોટા પાત્રો ભજવનારી પ્રેક્ષાએ તેના મધ્ય પ્રદેશ સ્થિત ઈન્દોરમાં આવેલા ઘરમાં આત્મહત્યા કરી હતી. તે ઈન્દોરમાં પોતાના પરિવારજનો સાથે રહેતી હતી. પ્રેક્ષાના કુટુંબીજનોએ કહ્યું હતું કે લોકડાઉનના કારણે કામ ન મળતું હોવાથી તે વિચલિત હતી.