ફેસ માસ્ક સીવીને લોટરી ટિકિટ ખરીદીઃ રૂ. ૯૬ લાખ જીત્યાં

Saturday 06th June 2020 10:03 EDT
 
 

ઓરેગોનઃ અમેરિકાના ઓરેગોન રાજ્યમાં એક મહિલા કોરોનાના સંકટ વચ્ચે દેશના લોકોને મદદરૂપ થવા માટે ઘરે જ ફેસ માસ્ક સીવે છે. ફેસ માસ્કમાંથી તેને મળેલા રૂપિયાથી આ મહિલાએ લોટરીની ટિકિટની તાજેતરમાં ખરીદી કરી હતી. આ લોટરની ટિકિટનો રૂ. ૯૬ લાખ જીતી ગયાં છે.
લોર્નાએ કહ્યું કે, હું લોટરીની ગેમ વધારે રમતી નથી, પણ આ વખતે વળી મેં લોકોની મદદ કરીને મેળવેલી રકમથી લોટરી ટિકિટ ખરીદી હતી. મને હતું કે કદાચ મારા નસીબ સારા હશે તો હું જીતી પણ શકીશ. આટલી મોટી રકમ હું ક્યારેય જીતી નથી. લોર્ના રેસ્ટોરાંમાં જોબ કરતા હતાં, પણ કોરોનાને લીધે તેમણે નોકરી ગુમાવી દીધી હતી. લોર્ના કરિયાણાની દુકાનમાં પાર્ટટાઈમ નોકરી કરે છે અને પૈસાની તંગીને પહોંચી વળવા ઘરે ફેસ માસ્ક પણ સીવે છે. ફેબ્રિકનાં ફેસ માસ્ક વેચીને મળેલી કમાણીથી તેમણે લોટરી ટિકિટ ખરીદી અને તેઓ જીતી ગયાં. લોર્ના આટલી મોટી રકમ જીતવા છતાં પણ માસ્ક સીવીને લોકોની મદદ કરવાનું તો ચાલુ જ રાખશે.


comments powered by Disqus