કોઈ પણ વારે તહેવારે પ્રસંગે કે રોજિંદા જીવનમાં યુવતીઓ અને મહિલાઓ લાઈટ અથવા ડાર્ક મેકઅપ કરતી જોવા મળે છે. દરેક વખતે બ્યુશિયન પાસે મેકઅપ કરાવવો શક્ય હોતો નથી. આવા સમયે પૈસા - સમય પણ બચાવી શકો અને જાતે જ મેકઅપ કરી શકો એવી કેટલીક ટિપ્સ આપી છે. આ ટીપ્સથી તમારે અન્ય કોઈનો આધાર રાખવો પડશે નહીં. મેકઅપ માટેના કેટલાક જરૂરી સ્ટેપ્સ છે જે પ્રમાણે મેકઅપ કરવાથી તમારી સુંદરતામાં વધારો કરી શકાશે.
• કોઈ પણ પ્રકારનો મેકઅપ કરતાં પહેલાં સૌપ્રથમ ફેસને ક્લિન કરવો ખૂબ જ જરૂરી છે. ફેસને ફેસવોશથી ધોઈ નાંખવો. જો સ્ક્રબર હોય તો તો અતિઉત્તમ. જો સ્ક્રબર ન હોય તો એક ચમચી ચણાનો લોટ, એક ચમચી લીંબુનો રસ અને એક ચમચી મલાઈનું મિશ્રણ બનાવી ફેસ પર પાંચેક મિનિટ મસાજ કરો. પછી ફેસને ધોઈ નાંખો. ફેસ ક્લિન થઈ જશે.
• ફેસ ક્લિન કર્યા પછી આખા ફેસ પર કન્સીલર (સ્કિન ટોન) પ્રમાણે લગાવવું. કન્સીલર લગાવતી વખતે તે હલકા હાથે લગાવવું. જો એકદમ વજન દઈને તે ફેસ પર સ્પ્રેડ કરવામાં આવશે તો પેચી લૂક થઈ જશે.
• હવે આખા ફેસ પર વ્હાઈટ અને યલો ટ્રેન્સલુશન્ટ પાવડર લગાવી પાવડર બ્રશથી પોલિશિંગ કરવું.
• એ પછી પેન કેકનું આખા ફેસ પર પાતળું લેયર લગાવવું. તે સુકાય ત્યારબાદ તેને સ્પંજથી ઈવન કરવું.
• પછી વોટર સ્પ્રે કરી તેને મલમલ ક્લોથથી ડેબ કર્યા પછી શિયર પાવડર લગાવવો.
• જો કોઈ પ્રસંગે માટે હાઈ મેકઅપ કરવો હોય તો મરુન, બ્રાઉન, ડાર્ક, બેજ જેવા આઈ શેડો કરવા અને આઈ બ્રોઝની નીચે ૩/૪ પાર્ટ પર હાઈલાઈટર કરવું.
• જો તમને ગરમી - પરસેવો ખૂબ થતી હોય તો વોટરપ્રૂફ આઈલાઈનરનો ઉપયોગ કરવો.
• મસ્કરા બને ત્યાં સુધી ટ્રાન્સપરન્ટ જ યુઝ કરવા. છેલ્લે કાજલનો ઉપયોગ કરવો તે પણ વોટરપ્રૂફ કરવું.
• બ્લશર કરવું. ઘણી વખત સ્ત્રીઓને લાગે છે કે બ્લશર કરવું એટલે રાઉન્ડમાં બ્રશ કરાવવું તો એવું નથી. બ્લશરની પણ કેટલીક યોગ્ય રીતો છે. છતાં જો તમને ઓવલ ઉપરાંતની ટેકનિક ન ફાવે તો રાઉન્ડ બ્લશર જ યોગ્ય રહેશે.
• લિપસ્ટીક કરી તેના પર લિપ ગ્લોસ કરવું હોય તો કરી શકાય. જેથી સ્માઈલની સાથે શાઈની પણ લાગે.
• જો તમને લાઈટ મેકઅપ પસંદ હોય તો ફેસ ક્લિન કર્યા પછી ચહેરા પર માત્ર બીબી ક્રિમ કે સીસી ક્રિમ લગાવવું. આઈશેડો લગાવો. મસ્કરા, કાજલ અને લિપસ્ટીક લગાવો. માત્ર દસ મિનિટમાં આ મેકઅપ કરી શકાશે.