અભિનયના મામલે અભિષેક ભલે ‘બિગ બી’ પિતાના પેંગડાના પગમાં પગ ના નાંખી શક્યો હોય, પણ ટ્વીટના મામલે તે પિતાની સાથે ખભેખભા મિલાવી રહ્યો છે. તાજેતરમાં એક ટ્રોલર્સે ટ્વીટર પર અમિતાભ બચ્ચન અંગે અણછાજતી કોમેન્ટ કરતાં ‘એન્ગ્રી યંગમેને’ એવો તો આકરો પ્રતિભાવ આપ્યો હતો કે પેલા ટ્રોલર્સને આજ દિન સુધી કળ નહીં વળી હોય. વીતેલા સપ્તાહે અભિષેક સાથે પણ કંઇક આવું જ બન્યું. એક ટ્રોલર્સે સોશ્યલ મીડિયા પર લખ્યુંઃ તુમ્હારે પિતા તો અબ અસ્પતાલ મેં હૈ. અબ કિસ કે ભરોસે બૈઠ કે ખાઓગે?
અભિષેકે આના જવાબમાં લખ્યુંઃ ‘ફિલહાલ તો લૈટ કે ખા રહે હૈ, દોનોં એક સાથ અસ્પતાલ મેં.’ જોકે વાત અહીં પૂરી નથી થતી. આ પછી તે યૂઝરે લખ્યુંઃ ‘આપ જલ્દી ઠીક જાએં, હર કિસી કી કિસ્મત મેં લેટ કર ખાના કહાં.’
અભિષેકે આનો પણ જવાબ આપ્યોઃ ‘મૈં પ્રાર્થના કરુંગા કી આપ હમારે જૈસી પરિસ્થિતિ મેં કભી ના આયેં ઔર હંમેશા સ્વસ્થ રહેં.’