કેટલાંક મુદ્દા વિશે મારા પ્રતિભાવ..

- રંજનબેન, લંડન Wednesday 05th February 2020 05:38 EST
 

તા.૨૮/૧૨/૧૯ના ગુજરાત સમાચારમાં સીબીએ કેટલાક મુદ્દા વિશે વિચાર રજૂ કરવાનું કહેલું તેમાં થોડા મુદ્દા નીચે પ્રમાણે છે.

૧) આહાર એ જ ઔષધ

મારા વિચાર પ્રમાણે જે માણસો પોતાના શરીર પ્રત્યે થોડા બેદરકાર હોય છે તે મન ફાવે તેમ ખાય છે. એ ખોરાક હોય કે દવા. ડાયાબિટીસવાળા મોટાભાગના માણસો જે ખાવું હોય તે ખાઈને એકાદવાર વધારે ઈન્સ્યુલિન લઈ લે છે. બીજું કે ઘણાં લોકો કાયમ પેઈનકિલર લેતા હોય છે. પણ તેમના મનમાં પેઈનકિલરની આડઅસરનો વિચાર પણ નથી આવતો અને આગળ જતાં મોટી બીમારીનો ભોગ થઈ પડે છે. તેમની સાથે ઘરના માણસો પણ હેરાન થાય છે.

યહુદીઓ પાસેથી આપણે ઘણું શીખી શકીએ છીએ, જેમ કે તેઓ કરકસરથી રહે છે અને ભાવિ પેઢીનો વિચાર કરીને નાણાંનું ઈન્વેસ્ટમેન્ટ કરે છે. પૈસે ટકે બહુ જ સદ્ધર હોય તો પણ જરા પણ દેખાડો કરતા નથી. તેઓ ધર્મ તેમજ દેશભાવનાવાળા હોય છે.

ગુજરાતી પ્રોફેશનલ રીટાયર્ડ માણસો નજીવા ચાર્જે આપણા ગુજરાતી સમાજને ઘણી મદદ કરી શકે છે. એવી કોઈ લિંક ગુજરાત સમાચાર મારફતે થાય તો સ્પેશિયલ ઓવર ૬૦ અને ઓછું ઈંગ્લિશ આવડતું હોય તેવા માણસોને ફાઈનાન્સ અથવા કાયદાની માહિતી મળી શકે છે.

૨) ઘરમાં એક માણસનો સ્વભાવ કર્કશ હોય તો કુટુંબ વેરવિખેર થઈ જાય છે.

૩) યુવાનો બહુ મોટી ઉંમરે લગ્ન કરે છે અને જૂનવાણી વિચારવાળા મા-બાપ બાળકોનું ભવિષ્ય બગાડે છે.

ભવિષ્યમાં આ બે-ત્રણ મુદ્દા પર સી બી પટેલ લેખ લખે તો સારું.


    comments powered by Disqus