મેષ (અ,લ,ઈ)ઃ મહત્ત્વના કામકાજોમાં જણાતી પ્રગતિ ઉત્સાહપ્રેરક બનશે. ચિંતાનો બોજ હળવો કરી શકશો. વિઘ્નો દૂર થવા લાગે. નાણાકીય દૃષ્ટિએ આવક ગમે તેટલી વધે છતાં ચૂકવણી અને રોકાણના કારણે ભીંસ વધે. મનમાં અસંતોષ જણાય. જમીન-મકાનને લગતા પ્રશ્નો અંગે ખર્ચ અને પ્રતિકૂળતા વર્તાય. ધારી સફળતાના યોગ નથી. નોકરિયાતનું આયોજન પાર પડે નહીં. ધંધાકીય સાહસ કે જોખમ ઉઠાવવું નહીં. દામ્પત્યજીવનની બાબત માટે સમય તરફેણમાં જણાશે. લગ્ન-વિવાહના પ્રશ્નો હલ થાય.
વૃષભ (બ,વ,ઉ)ઃ મનની મુરાદો મનમાં રહેતી જણાય. અશાંતિ - ઉદ્વેગ વધશે. અકારણ ચિંતાનો અનુભવ થાય. અસ્વસ્થતા વર્તાય. નાણાકીય પરિસ્થિતિ વધુ કટોકટીરૂપ બને. આવક ઘટે અને ખર્ચ વધે. કરજનો ભાર યથાવત્ રહે. ઉઘરાણીના કાર્યોમાં વિલંબ જણાય. મહત્ત્વના કામમાં આગળ વધી શકશો. વિરોધીઓના હાથ હેઠા પડતા જણાય. ધંધાકીય કામગીરીમાં હજુ મંદી જણાય. અગત્યના કામકાજમાં ઇચ્છિત ફળ મળવામાં વિલંબ જણાય.
મિથુન (ક,છ,ઘ)ઃ ઘણા વણઉકેલ્યા પ્રશ્નોનો નિવેડો આવશે. વધારાની જવાબદારી ઉઠાવવી પડશે. નવીન તકો પણ પ્રાપ્ત થાય. જેટલી સાનુકૂળતા છે તેટલી જ નવી કામગીરીઓ પણ આવશે. નાણાકીય પરિસ્થિત સારી આવકના અભાવે યથાવત્ રહે. જૂની જવાબદારીને હળવી બનાવી શકશો. મકાન અને મિલકત સંબંધિત પ્રશ્નોનો નિવેડો આવશે. નોકરિયાતને વાતાવરણ સાનુકૂળ બનતું જણાશે. લાંબા સમયથી અટકેલા લાભો તથા બઢતીની તકો વધશે.
કર્ક (ડ,હ)ઃ સપ્તાહમાં તબિયતના કારણે અસ્વસ્થતા જણાય. કાલ્પનિક મુદ્દે ચિંતા રહે. માનસિક ભારણ વધતું લાગે. મનની મુરાદ મનમાં રહેશે. વધુ મહેનતે અલ્પ ફળ મળતું જણાય. આર્થિક દૃષ્ટિએ સમય કટોકટીભર્યો જણાય. તમારા આર્થિક કાર્યોમાં અંતરાય જોવા મળે. અટવાયેલા લાભ કે લેણા પરત મળતાં હજી સમય લાગશે. નાણાકીય સમસ્યા વધુ ગૂંચવાય નહીં તે જોવું રહ્યું. નોકરિયાતોને યથાવત્ સ્થિતિ રહેશે.
સિંહ (મ,ટ)ઃ ગ્રહયોગો દર્શાવે છે કે ચિંતા - ઉદ્વેગની સાથોસાથ કેટલાક શુભ પ્રસંગો, મહત્ત્વની તકોથી આનંદ પણ મળશે. આ સમયમાં મિશ્ર બનાવો છતાંય એકંદરે સુખ આપનાર સમય છે. અંગત મૂંઝવણો દૂર થતી જણાય. નાણાકીય દૃષ્ટિએ આ સમય સાનુકૂળતા સૂચવે છે. આવકમાં વૃદ્ધિ થતી જણાય. ભાવિ ખર્ચા અંગેની જોગવાઈ કરી શકશો. નોકરિયાતો માટે આ સમય મહત્ત્વનો નીવડશે. તમારી યોજનાનો સફળ અમલ થાય.
કન્યા (પ,ઠ,ણ)ઃ તમારા મહત્ત્વના કામકાજમાં અણધારી સહાય અને ઇચ્છિત પરિણામ આવતા જણાશે. ખર્ચ-વ્યયનું પ્રમાણ વધશે. આથી નાણાંભીડનો અનુભવ થાય. કોઈ જોખમ ઉઠાવીને નાણાંનું રોકાણ કરતાં નહીં. નોકરિયાત વર્ગ આંતરિક ખટપટના કારણે સર્જાયેલા પ્રતિકૂળ સંજોગોમાંથી બહાર નીકળી શકશે. કુદરતી સહાય મળે. ધંધાકીય ક્ષેત્રે તમારા સંજોગો સાનુકૂળ બનશે. દામ્પત્યજીવનમાં પ્રેમ અને સહકાર વધે. મકાન-જમીન-સંપત્તિને લગતા કામકાજો ગૂંચવાશે. ધાર્યું પરિણામ વિલંબમાં પડે. સંતાનોના પ્રશ્નો અંગે માનસિક ભારણ રહે.
તુલા (ર,ત)ઃ આ સમયમાં અણઉકેલ્યા પ્રશ્નો હલ થશે. સાનુકૂળ તક સાંપડશે. આ સમય અગત્યની કાર્યરચના માટે સાનુકૂળ બનશે. આપના પ્રયત્નો સફળ થતા જણાય. આર્થિક બાબતોને આયોજનબદ્ધ કરી શકશો. તમારા ધંધાકીય કે કૌટુંબિક કાર્યો અંગે નાણાંની જરૂરી ગોઠવણ થઈ શકશે. નોકરિયાતોને મૂંઝવણ કે સમસ્યાઓ દૂર થતી જણાય. મહત્ત્વની વ્યક્તિનો સહકાર મળે. ધંધાકીય પરિસ્થિત માટે ગ્રહમાન અનુકૂળ બને. આ ક્ષેત્રે વિકાસ યા સફળતા જોવા મળે.
વૃશ્ચિક (ન,ય)ઃ માનસિક ચિંતાના વાદળો દૂર હટતા શારીરિક-માનસિક ઉત્સાહ અને આનંદ અનુભવશો. આ સમય મહત્ત્વના પ્રશ્નો હલ કરવા માટે સાનુકૂળ જણાય છે. અવરોધમાંથી માર્ગ નીકળશે. આર્થિક દૃષ્ટિએ જોઇએ તો ઉઘરાણીની રકમ મળતાં નાણાંભીડ કંઇક હળવી થશે. મુશ્કેલીના સમયમાં મિત્રોની મદદ મળી રહેશે. નોકરિયાતોની મુશ્કેલીઓ હળવી થાય.
ધન (ભ,ફ,ધ,ઢ)ઃ સપ્તાહ દરમિયાન ખોટી ચિંતાનો બોજો વધે નહીં તે જોવું રહ્યું. અવિશ્વાસ - ભય અને આશંકા છોડશો તો જ આનંદ માણી શકશો. નાણાકીય તકલીફોમાંથી તમને બહાર નીકળવાનો માર્ગ મળે. ખર્ચ અને ચૂકવણીનાં કારણે આવક વપરાય જશે. અણધાર્યા માર્ગે લાભની આશા ફળે નહીં. નોકરિયાત માટે સમય સાનુકૂળ છે. જોઈતી તકો મળતી જણાશે. જૂના અવરોધોને ઓળંગી શકશો. બઢતી-બદલીના પ્રશ્નો હલ થાય. વેપાર-ધંધાના ક્ષેત્રે વિકાસ - વૃદ્ધિની તક મળે.
મકર (ખ,જ)ઃ સાનુકૂળતા સર્જાતા પુરુષાર્થ ફળશે. માનસિક ઉત્સાહ વધશે. આર્થિક દૃષ્ટિએ સમય શુભ હોવાથી તમારી ચિંતા કે બોજો હળવો થાય. નાણાકીય ગોઠવણ માટે સાનુકૂળ સમય છે. ઉઘરાણી કે લેણી રકમો પ્રાપ્ત કરી શકશો. નોકરિયાત માટે આ સમય મિશ્ર ફળ આપનાર છે. બઢતી-બદલીના કામકાજો અટકેલા હશે તો તે ઉકેલાશે. વેપાર-ધંધામાં પ્રોત્સાહક વાતાવરણ જોવા મળશે. સંપત્તિના પ્રશ્નો હજુ ગૂંચવાયેલા રહેશે. ધાર્યું કામ થાય નહીં. મિલકતો અંગે ઘર્ષણો પેદા થવા સંભવ છે.
કુંભ (ગ,શ,સ,ષ)ઃ મનની મૂંઝવણ દૂર થતી જણાય. ખાસ કોઈ સમસ્યા આવે નહીં છતાં અકારણ અશાંતિના એકાદ-બે પ્રસંગ જણાય. નાણાકીય દૃષ્ટિએ ધાર્યો લાભ મેળવવામાં વિલંબ જણાય. સરળતાથી લાભની આશા નથી. મકાન-જમીનના કામકાજ અંગે સાનુકૂળતા રહે અને સફળતા જણાય. નોકરી- ધંધામાં અગત્યની કામગીરી સફળ થાય. તબિયત કાળજી માંગી લેશે. પ્રવાસ-યાત્રા સફળ થાય. દામ્પત્યજીવનમાં મધુરતાનું વાતાવરણ સર્જી શકશો. જીવનસાથીનો સાથ-સહકાર મળે. સંતાનોના પ્રશ્નો ઉકેલાય.
મીન (દ,ચ,ઝ,થ)ઃ કાર્યબોજ વધારે રહેશે. યોજનાઓમાં ધાર્યા પ્રમાણે પ્રગતિ ન જોતા અસ્વસ્થતા રહેશે. ધીરજથી કામ લેવું પડે. આ સમય નાણાકીય બાબતો પ્રત્યે વધુ લક્ષ કે તકેદારી માંગી લે તેવો છે. કૌટુંબિક કાર્યો અને આરોગ્ય સંબંધિત ખર્ચાઓ ઉપરાંત નવા મૂડીરોકાણના કારણે આર્થિક બોજો વધે તેવા યોગ છે. નાણાકીય સ્થિતિ સંતોષકારક થવામાં વિલંબ જણાશે.
