લોર્ડ રેમી રેન્જર બીએપીએસ નીસ્ડન મંદિરની મુલાકાતે

Wednesday 05th February 2020 05:23 EST
 
 

લોર્ડ રેમી રેન્જર અને લેડી રેનુ રેન્જરે ૧લી ફેબ્રુઆરીને શનિવારે બીએપીએસ નીસડન મંદિરની મુલાકાત લીધી હતી. પૂ. ભક્તિવલ્લભ સ્વામીએ લોર્ડ રેમી રેન્જરને પુષ્પમાળા અર્પણ કરીને તેમનું સ્વાગત કર્યું હતું. પ્રાંસગિક પ્રવચનમાં લોર્ડ રેન્જરે દેશના ભાગલા વખતે તેમના પિતાની કેવી રીતે હત્યા થઈ હતી અને તેમની માતાને પતિયાલા જઈને શરણાર્થી કેમ્પમાં રહેવું પડ્યું હતું તેની વાત કરી હતી. તે વખતે તેઓ માત્ર બે મહિનાના હતા. તેમણે ઉમેર્યું કે જ્યારે બિઝનેસ શરૂ કર્યો ત્યારે તેમની પાસે મૂડી ન હતી. અત્યારે ૧૦૦ દેશોમાં તેમનો બિઝનેસ ચાલે છે. તેમણે જણાવ્યું કે તેમની માતાએ તેમને સ્વમાન, કામ પ્રત્યે નીતિમત્તા, પ્રતિબદ્ધતા, વિઝન અને સહાનુભૂતિ જેવા પાંચ મૂલ્યો હંમેશા યાદ રાખવા અને તેનું પાલન કરવા જણાવ્યું હતું અને આ મૂલ્યોને લીધે જે તેઓ આ સિદ્ધિ હાંસલ કરી શક્યા હતા. લોર્ડ રેન્જરે ઉમેર્યું હતું કે બિઝનેસ વધ્યો તેમાં આ મૂલ્યોની જાળવણી ઉપરાંત તેમના પત્નીનો પણ વિશેષ ફાળો હતો.


comments powered by Disqus