બગદાદઃ ઈરાકની રાજધાની બગદાદમાં ઈબ્ન અલ ખાતિબ નામની કોરોના હોસ્પિટલમાં ૨૪ એપ્રિલે મધરાતે આગ ફાટી નીકળતાં ૮૨ દર્દીનાં મોત થયા હતા અને ૧૧૦થી વધુ દાઝી ગયા હતા. બગદાદમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે અને હજારો લોકોને સંક્રમણ થયું છે ત્યારે આ ઘટનાએ સમગ્ર વિશ્વમાં લોકોને આઘાતમાં મૂકી દીધા છે.