•રિસાઇકલ્ડ રોકેટમાં એસ્ટ્રોનોટ્સ સલામત પહોંચ્યાઃ અમેરિકા, ફ્રાન્સ અને જાપાનના ૪ અવકાશયાત્રી સ્પેસએક્સના રિસાઇકલ્ડ રોકેટમાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ખાતે હેમખેમ પહોંચી ગયા છે. આ ચારેય રિસાઇકલ્ડ રોકેટમાં આઇએસએસ ખાતે પહોંચેલા સૌપ્રથમ અવકાશયાત્રી છે. પાછલા સ્પેસલાઇટને રિસાઇકલ કરીને આ રોકેટ બૂસ્ટર બનાવાયું છે. તેઓ પહોંચી ગયા બાદ ‘નાસા’એ ટ્વીટ કર્યું કે, ‘એન્ડેવર આવી રહ્યું છે. ક્રૂ-૨ માં તમારું સ્વાગત છે. હવે અમારી પ્રયોગશાળામાં ૧૧ મનુષ્ય થઇ ગયા છે.’