સાઉદીમાં વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં સામેલ થયા રામાયણ અને મહાભારત

Sunday 02nd May 2021 06:33 EDT
 
 

નવી દિલ્હીઃ સાઉદી અરબના વિદ્યાર્થીઓ નવા અભ્યાસક્રમ હેઠળ રામાયણ, મહાભારત જેવા હિંદુ મહાકાવ્યો વિષે પણ જાણકારી મેળવશે. સાઉદી અરબના શિક્ષણ ક્ષેત્ર માટે પ્રિન્સ મહમદ બિન સલમાનને નક્કી કરેલા વિઝન–૨૦૩૦ હેઠળ અન્ય દેશોના ઇતિહાસ, વિવિધ સંસ્કૃતિના અભ્યાસને પણ પાઠયક્રમમાં સામેલ કર્યો છે. આ વિઝન હેઠળ રામાયણ અને મહાભારત ભણાવવામાં આવશે. વિદ્યાર્થીઓના સાંસ્કૃતિક જ્ઞાનના વિસ્તાર માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. અભ્યાસક્રમમાં ભારતીય સંસ્કૃતિના મહત્વના પાસા યોગ અને આયુર્વેદ પર પણ ધ્યાન કેન્દ્રીત થશે. સાઉદી અરબના વિદ્યાર્થીઓને અભ્યાસક્રમમાં રામાયણ અને મહાભારત ભણાવવા ઉપરાંત વિઝન ૨૦૩૦ મુજબ અંગ્રેજી ભાષાને ફરજીયાત કરી દેવામાં આવી છે.
સાઉદીના એક યુઝરે નૌફ–અલ-મારવાહ નામના ટ્વિટર એકાઉન્ટનો એક સ્ક્રીન શોટ શેર કરીને વિઝન અંગે માહિતી આપી છે. તેમાં લખ્યું છે કે, ‘સાઉદી અરબનું નવું વિઝન–૨૦૩૦ અને અભ્યાસક્રમ એવા ભાવિનું નિર્માણ કરવામાં મદદ કરશે કે જે સમાવેશી, ઉદાર અને સહિષ્ણુ હોય.’


    comments powered by Disqus