ચીનના બે અવકાશયાત્રીઓએ પહેલી જ વાર અવકાશમાં છ કલાકથી વધુની સ્પેસવોક કરી

Wednesday 07th July 2021 07:54 EDT
 
 

બેઈજિંગ: અવકાશને ખૂંદવાની પોતાની મહત્વાકાંક્ષા પૂરી કરવા ચીનના નવા સ્પેસ સ્ટેશન ખાતે ચીની અવકાશયાત્રીઓએ રવિવારે તેમનો પહેલો જ સ્પેસવોક કર્યો હતો.આ સાથે જ ચીની અવકાશયાત્રીઓ પોતાના સ્પેસ યાનની બહાર બીજી વાર જ નીકળ્યા છે.
ટિયાંગોંગ સ્ટેશન ખાતે ત્રણ મહિનાના રોકાણ માટે જૂન મહિનામાં નીકળેલા ત્રણ ચીની અવકાશયાત્રીઓ અવકાશમાં સૌથી લાંબા સમય સુધી રહેવાનો વિક્રમ કરશે. ૪ જૂલાઈની સવારે બે અવકાશયાત્રી તેમની મૂળ કેબિનમાંથી બહાર નીકળ્યા. પહેલા લી બોમિંગને એક યાંત્રિક હાથ દ્વારા કાર્ય સ્થળ પર મુકવામાં આવ્યો અને બીજા ટેંગ હોંગબો કેબિનની બહાર સીડી દ્વારા આવ્યો.
તેમનું મિશન છે ટિઆન્હે કોર મોડયુલની બહાર રહેલા પેનારેમિક કેમેરાને ઊંચે ચઢાવવો તેમજ યાંત્રિક હાથની ક્ષમતાની ચકાસણી કરવી. ટીવી ફૂટેજમાં અવકાશયાત્રીઓ તેમનો સ્પેસસુટ પહેરીને સ્પેસવોકની તૈયારી કરતા દેખાયા હતા. તેઓ કેબિનમાં વ્યાયામ કરીને પોતાના સ્વાસ્થ્યની ચકાસણી પણ કરતા દેખાયા હતા. ત્યાર બાદ અવકાશયાત્રીઓ કેબિનનો દરવાજો ખોલીને મોડ્યુલથી બહાર નીકળતા દેખાયા. તેઓ બે વાર સ્પેસવોક કરવાના છે. તેમાંની આ પહેલી સ્પેસવોક હતી. બંને સ્પેસવોક છથી સાત કલાક સુધી ચાલશે.
સ્પેસ કાર્યક્રમ શરૂ કર્યાના પાંચ જ વર્ષમાં અવકાશયાત્રીઓને સ્પેસમાં મોકલીને ચીનનો સત્તાધારી સામ્યવાદી પક્ષ સ્થાપનાના ૧૦૦ વર્ષની ઉજવણી કરવા આ સ્પેસ સફળતાને ભરપૂર પ્રસિદ્ધિ આપી રહ્યો છે.


comments powered by Disqus