મેરેલિન મનરોને USAના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિના ભાઈએ ઝેર આપ્યું હતું : પૂર્વ જાસૂસનો દાવો

Wednesday 07th July 2021 08:03 EDT
 
 

વોશિંગ્ટનઃ અમેરિકાની સેક્સ સિમ્બોલ તરીકે ઓળખાતી હોલિવૂડની ચર્ચિત સ્ટાર અને સિંગર મેરેલિન મનરોને આજે પણ લોકો ભૂલી શક્યા નથી અને આજે પણ તેનું મોત સમગ્ર દુનિયા માટે એક રહસ્ય બનીને રહી ગયું છે. મર્લિનને તત્કાલીન અમેરિકન રાષ્ટ્રપતિ જોન એફ. કેનેડી અને તેના ભાઇ બોબી કેનેડી સાથે કથિત અફેર હતું. હવે એક ભૂતપૂર્વ જાસૂસ માઇક રોથમિલરે તેમના પુસ્તકમાં ઘટસ્ફોટ કર્યો છે કે મર્લિનને બોબી કેનેડીએ એક ખૂબ જ ટોપ સિક્રેટ એવું ખાનગી ઝેર આપ્યું હતું જેને અમેરિકાની જાસૂસી સંસ્થા CIAએ બનાવ્યું હતું. માઇક રોથમિલરે કહ્યું કે મેરેલિન મનરોને અમેરિકાના રાષ્ટ્રપતિ અને તેના ભાઇ સાથેના સંબંધોની સાર્વજનિક જાહેરાત કરે તે પહેલાં તેને બોબી કેનેડીએ આ ઝેર આપી દીધું હતું. બાદમાં સત્તાવાર રીતે કહેવામાં આવ્યું હતું કે ઘણી વખત ડિપ્રેશન અને નશો કરવા માટે કુખ્યાત રહેલી મેરેલિન મુનરોએ ૪ ઓગસ્ટ ૧૯૬૨ની સાંજે ઝેર ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. મેરેલિનનું મોત થયું ત્યારે તેની ઉંમર માત્ર ૩૬ વર્ષની હતી.


comments powered by Disqus