યુરોપમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક, ટેબલવેર, કોટન બડ્સ પર રોક

Wednesday 07th July 2021 07:16 EDT
 

બ્રસેલ્સઃ યુરોપમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉત્પાદનો પર ૩ જૂલાઈથી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમાં પ્લેટ, કટલરી, ખાવાના કન્ટેનર અને કોટન બડ્સ પણ સામેલ છે. ઇયુના પર્યાવરણ સમુદ્ર અને માછલી બાબતોના કમિશનર વર્જિનિયસે ૩ જૂલાઈના કહ્યું કે આજના દિવસે પ્લેટ, કટલરી, સ્ટ્રોક, કોટલ બડ્સ, કપ જેવા સિંગલ યુઝ પ્લાસ્ટિકને અલવિદા કહો. ઇયુ સંઘ દ્વારા ૩૧મેંના રોજ પ્રતિબંધના નવા નિયમોની જાહેરાત કરાઇ હતી.
નવા નિયમોમાં અન્ય પ્લાસ્ટિક ઉત્પાદકો જેવા કે ફિશિંગ ગિયર, સિંગલ યુઝ પ્લાસ્ટિક બેગ, બોટલ, ખાવા-પીવાના કન્ટેનર, પેકેટ, રેપર, તમાકુ ફિલ્ટર, સેનેટરી આઇટમ વગેરનો ઉપયોગ ઓછો કરાશે. યુરોપના સમુદ્રતટે કચરાની ભરમાર હોય છે આથી આ પ્રતિંબંધ મુકાયો છે.


comments powered by Disqus