૧૭ દેશોને પ્રભાવિત કરનારો સૌથી મોટો રેન્સમવેર એટેક રશિયન હેકર્સે કર્યો હતો

Wednesday 07th July 2021 07:20 EDT
 
 

વોશિંગ્ટનઃ દુનિયાનો સૌથી મોટો રેન્સમવેર એટેક કરીને ૧૭ દેશોને પ્રભાવિત કરનારા હેકર્સ રશિયાના છે. અમેરિકન તપાસ એજન્સી એફબીઆઈએ આ જાણકારી આપીને તેની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કર્યાનું કહ્યું હતું. રેવિલ નામના હેકર્સે જ અગાઉ મલ્ટિનેશનલ કંપની જેબીએસ પાસેથી માતબર ૧.૧ કરોડ ડોલરની ખંડણી વસૂલી હતી.
જગતની સૌથી મોટી મીટ ઉત્પાદક મલ્ટિનેશનલ કંપની જેબીએસ પર રેન્સમવેર એટેક કરીને રેવિલ નામના હેકર્સ ગ્રુપે ૧.૧ કરોડ ડોલરની તોતિંગ ખંડણી વસૂલી હતી. એવાં જ બીજાં હુમલાં પણ થયા હતા. એફબીઆઈની તપાસમાં જણાયું હતું કે આ રેન્સમવેર એટેક ૧૭ દેશોમાં થયો હતો અને અબજો ડોલરની ખંડણી વસૂલાઈ હતી. હુમલો અલગ અલગ કંપનીઓ પર થયો હોવાથી તેનો ચોક્કસ આંકડો આપવો શક્ય બનશે નહીં, પરંતુ કરોડો-અબજો ડોલર ખંડણી પેટે મેળવ્યા હોવાની શક્યતા નકારી શકાતી નથી. અમેરિકાની જ ૨૦૦ જેટલી કંપનીઓ પર આ રેન્સમવેર એટેક થયો હતો. અમેરિકાની કાસિયા કંપનીને ખાસ નિશાન બનાવાઈ હતી. ૧૦ દેશોમાં ફેલાયેલી આ કંપની પાસે ૫૦ લાખ ડોલરની ખંડણીની માગણી થઈ હોવાનું કહેવાય છે.


comments powered by Disqus