નાગાલેન્ડમાં આર્મીએ ૧૩ને ઠાર મારતા હિંસા

Thursday 09th December 2021 02:49 EST
 
 

મોન(નાગાલેન્ડ)ઃ નાગાલેન્ડના મ્યાનમાર સરહદ પરના મોન જિલ્લામાં સુરક્ષાદળોના ફાયરિંગમાં ૧૩ નાગરિક માર્યા ગયા છે અને એક જવાનનું પણ મોત થયું છે. ઓટિંગ વિસ્તારમાં આ બનાવ બાદ સમગ્ર વિસ્તારમાં ભારેલો અગ્નિ છે. નાગરિકોના મોતના દોષિત સુરક્ષાદળો પર કાર્યવાહીની માગ કરી રહેલા લોકોએ સુરક્ષાદળોના વાહનોને આગ ચાંપી. અસમ રાઇફલ્સના કેમ્પ અને કોન્યક યુનિયનની ઓફિસમાં તોડફોડ થઇ. તંત્રએ ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી છે. પોલીસે કહ્યું કે આ ઓળખમાં ચૂકનો મામલો છે કે કેમ તેની તપાસ જારી છે. સૈન્યએ પણ ખેદ વ્યક્ત કરતા કોર્ટ ઓફ ઇન્કવાયરીનો આદેશ કર્યો છે.

ફાયરિંગ મામલે સરકારને અફસોસ

નાગાલેન્ડમાં આર્મીના જવાનો દ્વાર ફાયરિંગમાં ૧૪ નાગરિકોનાં મોતના મામલે હોબાળો થતા કેન્દ્રનાં ગૃહપ્રધાન અમિત સાહે સંસદનાં બંને ગૃહમાં નિવેદન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે આ ઘટના માટે સરકારને અફસોસ છે. SIT દ્વારા તપાસના આદેશો અપાયા છે. જે એક મહિનામાં તેનો રિપોર્ટ રજૂ કરશે. તેમણે મૃતકોનાં પરિવાર પ્રત્યે સંવેદના અને શોક વ્યક્ત કર્યો હતો. શાહે કહ્યું કે આર્મીએ નાગરિકોની ઓળખમાં ભૂલ કરી હતી. ભવિષ્યમાં આવી ઘટના ન બને તેની તકેદારી રખાશે.


comments powered by Disqus