કોરોનાની ઝપેટમાં બોલિવૂડ હસ્તીઓઃ રણબીર કપૂર પછી સંજય લીલા ભણસાલી પણ પોઝિટિવ, આલિયા ક્વોરન્ટાઇન થઈ

Friday 12th March 2021 06:06 EST
 
 

મુંબઇઃ ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ ડિરેક્ટર આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ના શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મનું શૂટિંગ મુંબઈમાં ચાલુ છે અને શૂટ દરમિયાન જ સંજય લીલા ભણસાલી કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. પહેલા રણબીર કપૂર અને હવે સંજય લીલા ભણસાલીનો રિપોર્ટ પોઝિટિવ આવતાં આલિયા ભટ્ટ ક્વોરન્ટાઇન થઈ છે.
સૂત્રો તરફથી મળેલા રિપોર્ટ પ્રમાણે, હાલ સંજય લીલા ભણસાલી સેલ્ફ ક્વેરન્ટાઇન છે. રણબીર કપૂર અને સંજય લીલા ભણસાલીનો રિપોર્ટ પોઝિટિવ આવતાં આલિયા પોતે ક્વોરેન્ટાઇન થઈ છે. ડિરેક્ટરના કોન્ટેક્ટમાં જેટલા લોકો આવ્યા હતા તે બધા પણ સલામતીના ભાગ રૂપે ટેસ્ટ કરાવી રહ્યા છે.
જોકે સંજય લીલા ભણસાલીની માતા એકદમ સ્વસ્થ છે. ડિરેક્ટર પોતે કોરોના પોઝિટિવ આવ્યા પછી સૌપ્રથમ માતાનો ટેસ્ટ કરાવ્યો હતો. માતાનો રિપોર્ટ નેગેટિવ આવતાં હાશકારો અનુભવ્યો હતો તેમ છતાં તેઓ ક્વોરન્ટાઇન રહીને પોતાનું ધ્યાન રાખી રહ્યા છે.
રણબીર કપૂરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી તે હોમ ક્વોરન્ટાઇન છે અને તેની સારવાર ચાલુ છે; તેની માતા નીતુ સિંહે એ કન્ફર્મ કર્યું છે અને સોશિયલ મીડિયામાં એની જાણકારી આપી છે. નીતુએ લખ્યું છે કે ‘તમારી ચિંતા અને પ્રાર્થના માટે આભાર. રણબીર કોરોના પોઝિટિવ છે, હાલ તેની સારવાર ચાલુ છે. તે હોમ ક્વોરન્ટાઇન છે અને દરેક બાબતનું ધ્યાન રાખી રહ્યો છે.’


    comments powered by Disqus