સામગ્રી: ચણાની દાળ - ૧ કપ • મીઠું - સ્વાદ મુજબ • આદું પેસ્ટ - ૧ ચમચી • લસણ પેસ્ટ - ૧ ચમચી • લીલાં મરચાની પેસ્ટ - ૧ ચમચી • સમારેલાં લીલાં મરચાં - ૧ ચમચી • સમારેલી કોથમીર - પા કપ • સમારેલી ડુંગળી - ૧ નંગ • લીમડાનાં પાન - ૮ થી ૧૦ • હિંગ - પા ચમચી • હળદર - ૧ ચમચી • જીરું - ૧ ચમચી • ચોખાનો લોટ - ૨ ચમચી
રીત: સૌપ્રથમ ચણાની દાળને પાણીથી ધોઈને થોડા હૂંફાળાં પાણીમાં ચારથી પાંચ કલાક માટે પલાળી રાખો. ત્યારબાદ દાળને મિક્સરમાં થોડી કરકરી પીસી લેવી. દાળ પીસવા માટે પાણીનો ઉપયોગ કરવાનો નથી, જો જરૂર લાગે તો જ બે ચમચી પાણી ઉમેરવું. હવે આ પીસેલી દાળને બાઉલમાં કાઢી ઉપરોક્ત તમામ સામગ્રી ઉમેરી બધું બરાબર મિકસ કરી લેવું. હવે એક પ્લેટને તેલ વડે ગ્રીસ કરી લો. દાળવડાનાં મિશ્રણના નાના નાના બોલ્સ બનાવી તેને ગ્રીસ કરેલી પ્લેટમાં દસથી પંદર મિનિટ માટે ફ્રિજમાં મૂકી દો. હવે અપ્પમ પેનમાં થોડું થોડું તેલ સ્પ્રેડ કરી દાળવડાના બોલ્સ ગોઠવી દો. આ બોલ્સ પર પણ થોડું તેલ લગાવી મધ્યમ આંચ પર બંને બાજુ ગોલ્ડન રંગ આવે ત્યાં સુધી ચડવા દો. આ હેલ્ધી કિસ્પી દાળવડાને કોથમીર-ફુદીનાની ચટણી સાથે સર્વ કરો.

