પતિ સામેની લવ જેહાદની ફરિયાદ રદ કરવા પીડિતાની હાઈકોર્ટમાં રજૂઆત

Tuesday 14th September 2021 13:28 EDT
 

અમદાવાદ: રાજ્યમાં વડોદરામાં નોંધાયેલી પ્રથમ લવજેહાદની ફરિયાદને રદ કરવાની માગ સાથે પીડિતાએ જ કરેલી અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી થયેલી. પીડિતાએ હાઈકોર્ટમાં હાજર રહીને નિવેદન આપેલું કે, ‘તેના પતિ, સાસુ-સસરા, નણંદ તથા અન્ય સગાઓ અને કાઝી સામેની ફરિયાદને રદ કરો તો, તેને વાંધો નથી.’ અરજદારના વકીલની રજૂઆત હતી કે, ‘અરજદાર અને પતિ વચ્ચેના લગ્નજીવનનો વિવાદ હતો, જે ઉકેલાયો છે. પોલીસે જે ફરિયાદ નોધી છે, તે ખોટી છે.’


    comments powered by Disqus