સંક્ષિપ્ત સમાચાર

Wednesday 16th June 2021 07:25 EDT
 

• ફક્ત એક મતથી નેફટાલી પીએમઃ ઇઝરાયલમાં આખરે ૧૨ વર્ષ પછી નેતાન્યાહુ યુગનો અંત આવ્યો. ઇઝરાયલની સરકારે સંસદ ‘નેસેટ’ના નેતાન્યાહુના નજીકના સાથીદારો રહેલા ૪૯ વર્ષીય નેફટાલી બેનેટને નવા વડાપ્રધાન તરીકે પસંદ કરી લીધા. બેનેટે વડાપ્રધાન તરીકે શપથ લીધા. તેમણે સંસદમાં પોતાના પહેલા ભાષણમાં કહ્યું કે દેશ હવે નવી દિશામાં આગળ વધી રહ્યો છે. ઇઝરાયલના નાગરિકો આપણી તરફ જોઇ રહ્યા છે
• પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે કરાચીમાં હિન્દુ ધર્મશાળા તૂટતી બચાવીઃ કરાચીમાં આવેલી એક હિન્દુ ધર્મશાળાને તોડી પાડવાનો સ્થાનિક સરકારે હુકમ કર્યો હતો. તેને સુપ્રીમ કોર્ટમાં પડકારાયો હતો. એ સંદર્ભમાં પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપીને ધર્મશાળાને તૂટતી બચાવી લીધી હતી.
• પાકિસ્તાનમાં ૩ વર્ષમાં વધી ગયા ૩ લાખ ગધેડા, ચીન મોકલાશેઃ પાકિસ્તાનમાં ઇમરાન ખાનના ગત ૩ વર્ષના કાર્યકાળમાં દર વર્ષે ગધેડાની ઉમેરીને હવે આ આ પ્રાણીની કુલ ગધેડા ઉમેરીને હવે આ પ્રાણીની કુલ વસતી ૫૬ લાખને આંબી ગઇ છે. તેની સાથે જ પાકિસ્તાનને ગધેડાની આ વસ્તી મામલે દુનિયાનો ત્રીજો સૌથી મોટો દેશ હોવાનું ગૌરવ જાળવી રાખ્યું છે.
• ડેલ્ટા વેરિએન્ટનું સંક્રમણ યુરોપમાં ફેલાઈ રહ્યું છે- વિશ્વ આરોગ્ય સંગઠનની ચેતવણીઃ યુરોપના અનેકદેશો કોરોના સંબંધિત નિયંત્રણો હટાવીને સામાજિક મેળાવડા અને સરહદપાર પ્રવાસને મંજૂરી આપવાની તૈયારી કરી રહ્યા છે તે અરસામાં વિશ્વ આરોગ્ય સંગઠન (હૂ)ના યુરોપના નિયમક હાન્સ કલુગે ચેતવણી આપી છે કે ખૂબ જ ઝડપે સંક્રમણ ફેલાવાની ક્ષમતા ધરાવી રહેલા કોવિડ ૧૯ વાઇરસના ડેલ્ટા વેરિએન્ટનું સંક્રમણ યુરોપને ધીરે ધીરે ભરડામાં લઈ રહ્યું છે. પત્રકારોને સંબંધોતાં તેમણે જણાવ્યું હતું. કે ડેલ્ટા વેરિઅન્ટ વાઈરસ કેટલીક કોવિડ ૧૯ વેક્સિનના પણ કાબૂ બહાર છે. જરૂર નથી કે તમામ વેક્સિન આ વેરિઅન્ટને રોકવામાં સફળ રહે અને ૬૦ વર્ષથી મોટા લોકો પર જોખમ તોળાઈ શકે છે.
• બિટકોઇનને કાયદેસર ચલણ તરીકે માન્યતા આપનાર અલ સાલ્વાડોર પ્રથમ દેશ બન્યોઃ અલ સાલ્વાડોરના રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે બિટકોઇનને સત્તાવાર ચલણ બનાવવાના કારણે વિદેશમાં વસવાટ કરતાં દેશના નાગરિકો માટે ઘરે નાણા મોકલવા સરળ થઇ જશે. તે આપણા દેશ માટે આર્થિક સમાવેશિતા, રોકાણ, પર્યટન, ઇનોવેશન-આર્થિક વિકાસ લાવશે. સરકારના આ પગલાથી સાલ્વાડોરના લોકો માટે આર્થિક સેવાઓ ખોલવામાં આવશે. વિદેશમાં કામ કરતાં સાલ્વાડોરના લોકો જંગી માત્રામાં વિદેશી ચલણ સાલ્વાડોર મોકલે છે.
• રામદેવની કોરોનિલ કિટના વિતરણ પર ભુતાન પછી નેપાળમાં પણ પ્રતિબંધ મુકાયો: કોરોના સામે લડવા માટે ધર્મગુરુ બબા રામદેવની પતંજલિ દ્વારા તૈયાર કરવામાં આવેલી કોરોના કિટનું વિતરણ કરવા પર ભુતાન પછી નેપાળ સરકારે પ્રતિબંધ મૂકી દીધો છે. નેપાળે આ માટે કારણ આપતાં જણાવ્યું છે કે આ દવા કોવિડ-૧૯ સામે પ્રભાવશાળી હોવા અંગે કોઈ સચોટ પુરાવા હાજર નથી. રિપોર્ટ અનુસાર નેપાળ ડિપાર્ટમેન્ટ ઓફ આયુર્વેદ એન્ડ અલ્ટરનેટિવ મેડિસિનના આદેશમા જણાવવામાં આવ્યું હતું કે કોરોનિલની ૧૫૦૦ કિટની ખરીદીમાં ઉચિત પ્રક્રિયાનું પાલન કરવામાં વ્યું ન હતું. તેથી કોરોનિલની વિતરણ કરવાની કામગીરીને તત્કાળ રોકવામાં આવી છે.
• જી-૭ જેવા જૂથો દુનિયા પર રાજ નહીં કરી શકેઃ ચીનની ચીમકી: કોરોના મહામારી વચ્ચે જી-૭ દેશોની સમિટ મળી હતી, જેમાં સૌથી અમીર દેશોએ ચીન સામે રણનીતિ ઘડી કાઢી છે જેને પગલે ડ્રેગન છંછેડાયું છે. સમગ્ર વિશ્વમાં કોરોના ફેલાવનારા ચીને હવે જી-૭ દેશોને સીધી ધમકી આપી દીધી છે અને કહ્યું છે કે હવે જી-૭ જેવા નાના જૂથો દૂનિયા પર રાજ નહી કરી શકે. ચીને ગ્રુપ ઓફ સેવન તરીકે ઓળખાતા આ સંગઠનના દેશોને સ્પષ્ટ રૂપે ચેતાવણી આપતા કહ્યું છે કે હવે તે દિવસો પુરા થઇ ગયા જ્યારે નાના સમૂહ વાળા દેશો દુનિયા પર રાજ કરતા હતા.
• નાઈજીરિયાની સરકારે ભારતીય એપ ‘Koo’ને મંજૂરી આપી દીધી: દેશમાં માઇક્રોબ્લોગિંગ વેબસાઈટ ટ્વિટર પર પ્રતિબંધ લગાવ્યા બાદ નાઈઝીરિયાની સરાકરે ભારતની ‘Koo’ને શરૂ કરવા માટે મંજૂરી આપીદીધી છે. નાઇજીરિયાનીના રાષ્ટ્રપતિ મુહમ્મદુ બુહારીની એક સોપ્સને હાવવાથી નારાજ સરકારે દેશમાં ટ્વિટર પર અનિશ્ચિત સમય માટે પ્રતિબંધ લગાવી દીધો છે. નાઈજીરિયાના પ્રસારણ નિયામક નેશનલ બ્રોડકાસ્મિટંગ કમિશને બધા સ્થાનિક રેડિયો અને ટેલિવિઝન કેન્દ્રોને ટ્વિટરના ઉપયોગ બંધ કરી દેવા આદેશ કર્યો હતો.
• માત્ર સાઉદી અરબના ૬૦,૦૦૦ લોકોને જ હશે હજની મંજૂરીઃ સાઉદી અરબે શનિવારે જાહેર કર્યું હતું કે આ વર્ષે હજયાત્રામાં માત્ર દેશના નાગરિકોને જ આવવાની તક મળશે. દેશમાં જે લોકોને વેક્સિન લાગી ચૂકી છે તે પૈકી માત્ર ૬૦ હજાર લોકોને જ હજયાત્રા કરવાની મંજૂરી મળશે.


comments powered by Disqus