નવીદિલ્હીઃ વડા પ્રધાન મોદી પાંચ દિવસના અમેરિકી પ્રવાસથી રવિવારે સ્વદેશ પરત ફર્યા. આ પ્રવાસ દરમિયાન કામકાજના ૬૫ કલાક દરમિયાન તેઓએ એક પછી એક ૨૦ બેઠકોમાં હાજરી આપી હતી. તેમાં અમેરિકા જતા અને પાછા ફરતી વખતે વિમાનમાં અધિકારીઓ સાથે ચાર લાંબી બેઠકો પણ સામેલ હતી.
સૂત્રોએ જણાવ્યું કે, ગયા બુધવારે અમેરિકા જતી વખતે મોદીએ વિમાનમાં બે બેઠકો કરી હતી. ત્યાં પહોંચ્યા બાદ હોટેલમાં ત્રણ બેઠકો કરી હતી. ૨૩ સપ્ટેમ્બરે અલગ અલગ કંપનીઓના સીઇઓ સાથે પાંચ બેઠકો કરી હતી.
અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે મુલાકાત કરી. તો પોતાના જાપાની સમકક્ષ યોશિહિદે સુગા અને ઓસ્ટ્રેલિયાઇ સમકક્ષ સ્કોટ મોરિસન સાથે પણ દ્વિપક્ષીય મંત્રણા પણ કરી હતી.