રબાતઃ મોરોક્કોના આર્કિયોલોજિસ્ટ્સે અંદાજે ૧૨,૦૦૦ વર્ષ પહેલાના હાડકાના સાધનો કાપડ તૈયાર કરવાના હોવાનું સંશોધકોએ જણાવ્યું હતું. મોરોક્કોના આર્કિયોલોજિસ્ટ્ અબ્દેલજલીલ અલ હજરાઉનીએ જણાવ્યું કે આ ખૂબ મોટી શોધ છે. અત્યાર સુધી મળેલા સાધનોમાં હાડકાના આ સાધનો સૌથી જૂના છે અને તેને પ્રથમ વખત ઓળખી શકાયા છે.
મોરોક્કોથી ૨૦ કિ.મીથી પણ ઓછા અંતરે આવેલી કોન્ટ્રાબેન્ડિયર્સ (સ્મગલર્સ) કેવમાંથી ઈન્ટરનેશનલ ટીમે ૬૦થી વધુ સાધનો શોધી કાઢ્યા હતા.
ટીમે જર્નલ iScienceમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં લખ્યું હતું કે આ સાધોનોને લેધર અને ફર વર્કિંગ જેવા ખાસ કામોમાં ઉપયોગમાં લેવા માટે ઈરાદાપૂર્વક ખાસ આકાર અપાયો હતો.
નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ આર્કિયોલોજી એન્ડ કલ્ચરલ હેરિટેજ (INSAP)ના સંશોધક અલ હજરાઉનીએ જણાવ્યું કે આધુનિક માનવીય વર્તણુંકના મૂળ વિશેના પ્રશ્રોના જવાબો આપવામાં આ શોધ મદદરૂપ થઈ શકશે તેમણે ઉમેર્યું કે પ્રાગિતિહાસથી સિલાઈકામ ચાલતું આવ્યું છે. કેવ (ગુફા)માંથી મળી આવ્યા તેવા સાધનોનો ઉપયોગ ૩૦,૦૦૦ વર્ષ થયો હતો.
ટીમને આ ગુફામાં જમીન ખોદીને તથા બાંધકામ કરીને રહેવાની જગ્યાઓ પણ મળી આવી હતી. વધુમાં, ટીમને ઘરેણાં તરીકે ઉપયોગમાં લેવાતા છીપલાં પણ મળ્યા હતા. દરમિયાન, દેશના સાંસ્કૃતિક મંત્રાલયે જાહેરાત કરી હતી કે સંશોધકોને રબાતથી ૪૦૦ કિ.મીના અંતરે એસ્સાઓરા નજીકની ગુફામાંથી લગભગ ૧૫૦,૦૦૦ વર્ષ જૂના દરિયાઈ ગોકળગાયના આકારના ૩૦ છીપ મળી આવ્યા હતા. તે અત્યાર સુધી મળેલા સૌથી પ્રાચીન આભૂષણો મનાય છે.