અફઘાનો ગુજરાન ચલાવવા માટે દીકરીઓ વેચવા મજબૂર બન્યા

Tuesday 02nd November 2021 10:42 EDT
 
 

વોશિંગ્ટન: અફઘાનિસ્તાન સૌથી ખરાબ ભૂખ સંકટનો સામનો કરી રહ્યું છે. લોકો હવે ભોજન ખરીદવા માટે પોતાની સંપત્તિ અને જાનવરોને વેચીને જેમ તેમ કરીને જીવી રહ્યા છે. પરંતુ હવે તાલિબાનના રાજમાં અફઘાનિસ્તાનમાં ભૂખમરા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે, નવેમ્બરમાં આ સ્થિતિ વધારે વણસી શકે તેમ છે અને લોકો પોતાનં પેટ ભરવા માટે દીકરીઓને વેચવા મજબૂત થયા છે. વર્લ્ડ ફૂડ પ્રોગ્રામે ચેતવણી આપતાં જણાવ્યું છે કે, અફઘાનિસ્તાનની અડધા કરતાં વધારે વસતી એટલે કે, લગભગ અઢી કરોડ લોકો ભોજનના તીવ્ર સંકટનો સામનો કરી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય મીડિયા રિપોર્ટ્સ અનુસાર અફઘાનિસ્તાનના ગરીબ વિસ્તારોમાં લોકો તરુણ દીકરીઓને લગ્ન માટે વેચી રહ્યા છે. ભૂખથી બેહાલ લોકો આઠથી દસ વર્ષની દીકરીઓને લગ્ન માટે વેચી દે છે. તાજેતરમાં એક નાનકડી દીકરી પણ ૫૦૦ ડોલરમાં વેચવામાં આવી હતી.

ફાતિમાની દીકરી રૂ. અઢી લાખમાં વેચાઈ

ફાતિમા નામની મહિલાએ મીડિયાને જણાવ્યું હતું કે, તેના પતિએ પોતાની છ વર્ષની અને દોઢ વર્ષની બે દીકરીઓને વેચી દીધી છે. ફાતિમાએ ઉમેર્યું હતું કે, હું મારી દીકરીઓ માટે ખૂબ રડી હતી પરંતુ મારો પતિ કહે છે કે, જો દીકરીઓને વેચીશું નહીં તો જીવી શકીએ તેમ નથી કેમ કે, આપણી પાસે ખાવા માટે કશું નથી. અહેવાલો અનુસાર ફાતિમાની મોટી પુત્રી માટે ૩૩૫૦ ડોલર લગભગ ૨.૫ લાખ રૂપિયા અને નાનકડી બાળકી માટે ૨૮૦૦ ડોલર એટલે કે, લગભગ ૨.૧ લાખ રૂપિયાની કિંમત લગાવવામાં આવી છે. પરિવારને આ નાણાં હપ્તે હપ્તે મળશે


comments powered by Disqus