દક્ષિણ આફ્રિકામાં દસ વર્ષથી વસતા ઝિમ્બાબ્વેના લોકોનું ભાવિ અનિશ્ચિત

Wednesday 17th November 2021 06:57 EST
 
 

હરારેઃ દક્ષિણ આફ્રિકામાં વસવાટ કરતાં ઝિમ્બાબ્વેના નાગરિકોની ઝિમ્બાબ્વે એક્ઝેમ્પશન પરમીટ (ZEP)ની સમયમર્યાદા આગામી ડિસેમ્બર ૨૦૨૧માં પૂરી થાય છે. છેલ્લાં દસ કરતાં વધુ વર્ષથી ત્યાં રહેતા ઝિમ્બાબ્વેના નાગરિકોના ગ્રૂપ તરફથી તેમને પરમેનન્ટ રેસીડેન્ટ્સ (પીઆર) જાહેર કરવા ગૌટેંગ હાઈકોર્ટ સમક્ષ માગણી કરાઈ હતી.
ઝિમ્બાબ્વેયન એક્ઝેમ્પશન પરમીટ હોલ્ડર્સ એસોસિએશનના ૨૫૦,૦૦૦ લોકોનું પ્રતિનિધિત્વ કરતા વકીલોના ગ્રૂપના એક સીમ્બા ચીતાન્દોએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે તેમની પરમીટ પૂરી થઈ રહી છે ત્યારે વિલંબથી તેમની જોબ સમક્ષ જ નહીં તેમની આજીવિકા પર પણ જોખમ ઉભું થશે.
આ સમસ્યાને લીધે પરિવારો મુશ્કેલી અનુભવી રહ્યા છે કારણ કે ZEP ફક્ત તેના ધારક પૂરતી જ મર્યાદિત છે. સાઉથ આફ્રિકન વ્યક્તિને એ હકીકતથી ભારે અસર થાય છે કે તેની પત્ની કે પતિ ZEP પર છે અને તેનાથી તેમના સંબંધ પર લાંછન લાગે છે. કોર્ટ કેસના અરજદારો પૈકી એકે જણાવ્યું હતું કે સાઉથ આફ્રિકન ડિપાર્ટમેન્ટ ઓફ હોમ અફેર્સની આ બાબતમાં નિષ્ક્રિયતાને લીધે ઝિમ્બાબ્વેના લોકોના શોષણનો માર્ગ મોકળો બને છે. દક્ષિણ આફ્રિકાની સરકાર તેના પડોશી ઝિમ્બાબ્વેને બદલે જર્મની અને બ્રિટન જેવા અન્ય દેશોના નાગરિકોને પરમેનન્ટ રેસિડેન્ટ્સ બનાવવાનું વધુ યોગ્ય લાગે છે.
ZEPની મુદત ડિસેમ્બરમાં પૂરી થશે તે પછી જ ઝિમ્બાબ્વેના હજારો લોકોનું ભાવિ ખબર પડશે.


    comments powered by Disqus