અફઘાનિસ્તાન હવે બન્યું તાલિબાનિસ્તાન

Friday 20th August 2021 05:22 EDT
 
 

કાબુલઃ ૧૫મી ઓગસ્ટનો દિવસ ભારતમાં ૭૫મા સ્વાતંત્ર્ય દિન તરીકે ઉજવાયો હતો, જ્યારે અફઘાનિસ્તાનના નાગરિકો આ જ દિવસે કટ્ટરવાદી તાલિબાનીઓની ગુલામીની ઝંઝીરમાં સપડાયા છે. તાલિબાને દેશના બહુમતી પ્રદેશોમાં પોતાનો સફેદ ધ્વજ લહેરાવીને આવા વિસ્તારને સર કર્યો હોવાના સંકેત આપ્યા છે. સોમવારે તો દેશના રાષ્ટ્રપતિ અશરફ ગની ખુદ દેશ છોડી ગયા હોવાના અહેવાલ છે. તો બીજી તરફ, ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લા સાલેહે મંગળવારે સાંજે પોતાને અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ ઘોષિત કર્યા છે. તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રપતિ અશરફ ગની દેશની બહાર છે. તેથી સંવિધાન અનુસાર હવે હું રાષ્ટ્રપતિ છું અને હું દરેકને સમર્થનની અપીલ કરું છું.

અફઘાનિસ્તાન હવે 

ઉલ્લેખનીય છે કે કાબુલ એરપોર્ટ અને પંજશીરને છોડીને સમગ્ર અફઘાનિસ્તાન હવે તાલિબાનોના કબજામાં છે. આ દરમિયાન તાલિબાની સંસ્કૃતિ પરિષદના પ્રમુખ ઝબીઉલ્લાહ મુજહિદ મંગળવારે પહેલી વખત મીડિયા સમક્ષ હાજર થયા હતા અને તાલિબાની શાસન કેવું હશે તેની રૂપરેખા એટલે કે અફઘાનિસ્તાનમાં તાલિબાની સંસ્કૃતિ લાગુ કરવાનો રોડમેપ જણાવશે.
દરમિયાન, તાલિબાનની નવી સત્તાને લઈને દોહામાં ચર્ચા થઈ રહી છે. કહેવાઈ રહ્યું છે કે તાલિબાન મુલ્લા બરાદરને અફઘાનિસ્તાનની કમાન સોંપી શકે છે. અફઘાનિસ્તાન પર સંપૂર્ણ કબજો કર્યા પછી ત્યાં તાલિબાનનો પાવર જોવા મળી રહ્યો છે. દેશ છોડવા માટે એરપોર્ટથી લઈને દરેક જગ્યાએ અફરાતફરી જોવા મળે છે. કાબુલ એરપોર્ટ પર સોમવારે અમેરિકાના પ્લેન પર લટકીને ભાગવા જતાં પડી જવાથી સાત લોકોનાં મૃત્યુ થયાં છે.

ભારતે ઘણું સારું કામ કર્યું છે, પણ...

તાલિબાનોએ મોટા ભાગના અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યો છે. આવા સમયમાં તાલિબાન પ્રવક્તાએ આખી દુનિયાને વિશ્વાસ અપાવ્યો છે કે અમે કોઈ પણ દેશના દૂતાવાસ અને રાજદૂતો પર હુમલા નહીં કરીએ. તેણે અફઘાનિસ્તાનમાં ભારતના કામોની પ્રશંસા કરી છે, પરંતુ સૈન્ય મોકલવા સામે ચેતવણી પણ આપી છે. વધુમાં તેમણે ભારતીય પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત અને પાકિસ્તાની આતંકી સંગઠનો સાથે તેમના સંબંધોના અહેવાલોને પણ ફગાવી દીધા હતા. વિવિધ દેશો દ્વારા દૂતાવાસ ખાલી કરવા અને પોતાના રાજદૂતોને પાછા બોલાવવાના સમાચારો વચ્ચે પ્રવક્તાએ કહ્યું હતું કે અમારા તરફથી કોઈ પણ દૂતાવાસ અને રાજદૂતોને કોઈ જોખમ નથી. અમે કોઈ પણ દૂતાવાસ કે રાજદૂત પર હુમલા નહીં કરીએ. તેમણે અફઘાનિસ્તાનમાં ભારતના કામોની પ્રશંસા કરી હતી. અફઘાનિસ્તાનમાં ભારતના પ્રોજેક્ટ્સનું શું થશે તેવા સવાલના જવાબમાં પ્રવક્તાએ કહ્યું કે અમે અફઘાનિસ્તાનના લોકો માટે કરાયેલા દરેક કામની પ્રશંસા કરીએ છીએ. ભારતે બાંધ, રાષ્ટ્રીય અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા જેવા અફઘાનિસ્તાનના વિકાસ, પુનર્નિર્માણ અને લોકો માટે આર્થિક સમૃદ્ધિના કામ કર્યા છે. ભારતે અફઘાન લોકોની મદદ કરી છે. ભારતે પહેલાં પણ આવા કામ કર્યા હતા. અમે ભારતના આ કામોની પ્રશંસા કરીએ છીએ.

હિન્દુ-શીખોનું સ્થળાંતર

ઉત્તર અફઘાનિસ્તાનના અગ્રણી શહેરો પર તાલિબાનોના કબજો પછી અહીં રહેતા હિન્દુ અને શીખ પરિવાર ઘરબાર છોડી જતાં રહ્યા છે. અહીં અલગ-અલગ પ્રોજેક્ટમાં તેઓ કામ કરે છે. અણધારી ઘટનાથી બચવા કેટલાક ભારતીય નાગરિક સરકારી શેલ્ટરમાં પહોચ્યા છે. ત્યાંથી ભારત સરકાર તેમને એરલિફ્ટ કરવાની કોશિશ કરી રહી છે.
દક્ષિણ અફઘાનિસ્તાનના પખ્તિયા પ્રાંતની રાજધાની ગાર્ડેજમાં ડો. જગમોહન સિંહ યુનાની પદ્વતિથી સ્થાનિક લોકોની સારવાર કરે છે. તેમણે કહ્યું કે આ સમગ્ર વિસ્તારમાં હિન્દુ અને શીખના ૨૦૦ કુંટુબ રહે છે. પરંતુ હિંસાને ડરથી ઘર છોડીને સુરક્ષિત સ્થળ તરફ જવાની નીકળી ગયા છે. મોટા ભાગના કાબુલ અને ગજની ગયા છે. કારણ કે ત્યાં હજુ પણ અફઘાનિસ્તાન સૈન્યનો કાબુ છે. હવે માત્ર મારો પરિવાર અહીં બચ્ચો છે. ગમે તે થાય અને અહીંથી ક્યાંક નહીં જઇએ.
અફઘાન સંસદમાં શીખનું પ્રતિનિધિત્વ ધરાવતાં નરિંદરસિંહનું ખાલસા રહે છે. કુંદુજ પ્રાંતમાં તાલિબાને કબજો કર્યા પછી એક ગુરુદ્વારમાં ગયા હતા. ત્યાં રહેતા શીખો સાથે વાત પણ કરી હતી. તાલિબાને તેમને નુકસાન પહોંચાડ્યું નથી છતાં પણ હાલત એવી છે કે માત્ર બિન મુસ્લિમ નહીં બલ્કી મુસ્લિમ પણ ભય હેઠળ છે. આગળ શું થશે તે કોઇને કાંઇ ખબર નથી.

એક સમયે ૨ લાખ હિન્દુ-શીખ, આજે માત્ર ૧૦૦૦

અફઘાનિસ્તાનમાં હિન્દુ-શીખનો ઇતિહાસ સેંકડો વર્ષ જૂનો છે. તાલિબાન બિનમુસ્લિમો અને શિયાઓને નિશાન બનાવે છે. ગયા વર્ષે માર્ચ મહિનામાં કાબુલમાં એક ગુરુદ્વારામાં હુમલો કર્યો હતો જેમાં ૨૫ લોકોના મોત થયા હતા. ૧૯૮૦ના દાયકામાં ૨ લાખ હિન્દુ-શીખ અહીં રહેતા હતા. ૧૯૮૮માં તાલિબાનના ઉદય પછી તેમના પર હુમલા શરૂ થયા. તેમનું અપહરણ કરાયું હત્યા કરાઇ, ૨૦૧૬માં અહીં ૧૩૫૦ વયસ્ત લોકો બચ્ચા હતા. ઓક્ટોબર ૨૦૧૮માં ચૂંટણીમાં માત્ર ૫૮૩ હિન્દુ-શીખ મતદાર નોંધાયા હતા.


comments powered by Disqus