સંક્ષિપ્ત સમાચાર

Tuesday 17th August 2021 15:17 EDT
 

• ભાજપ-કોંગ્રેસને ૧-૧ લાખનો દંડઃ પાર્ટી દ્વારા જાહેર કરાયેલા ઉમેદવારો સામેના ક્રિમિનલ કેસ જાહેર નહીં કરવા માટે સુપ્રીમ કોર્ટે ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોને દંડ ફટકાર્યો હતો. વર્ષ ૨૦૨૦માં બિહાર વિધાનસભાની ચૂંટણીમાં પોતાના ઉમેદવારો સામેના ક્રિમિનલ કેસો જાહેર નહીં કરવા માટે સુપ્રીમ કોર્ટે સીપીએમ અને એનસીપીને રૂપિયા પાંચ-પાંચ લાખનો દંડ ફટકાર્યો હતો. તે ઉપરાંત કોંગ્રેસ, ભાજપ, સીપીઆઇ, જદયુ, રાજદ અને એલજેપીને રૂપિયા એક-એક લાખનો દંડ ફટકાર્યો હતો. રાજનીતિમાં સતત વધી રહેલા અપરાધીકરણને અટકાવવા માટે ફેબ્રુઆરી ૨૦૨૦માં આપેલા પોતાના જ ચુકાદામાં સુધારો કરતા સુપ્રીમ કોર્ટે તમામ રાજકીય પાર્ટીઓને ચૂંટણી માટે ઉમેદવારની પસંદગીના ૪૮ કલાકમાં તેના અપરાધિક રેકોર્ડને પ્રસિદ્ધ કરવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે વિશેષ આદેશ જારી કરતા જણાવ્યું હતું કે, સ્પેશિયલ કોર્ટોમાં સાંસદો અને ધારાસભ્યો સામેના ક્રિમિનલ કેસોની સુનાવણી કરી રહેલા ન્યાયાધીશો ફરી આદેશ ન અપાય ત્યાં સુધી જે-તે કોર્ટમાં કેસોની સુનાવણી કરતા રહેશે અને આ અંગેનો નિર્ણય હાઇકોર્ટો દ્વારા લેવાશે. સાંસદો અને ધારાસભ્યો સામેના ક્રિમિનલ કેસોની ઝડપથી સુનાવણી માટે વિશેષ અદાલતોની રચનાની માગ કરતી એડવોકેટ અશ્વિની ઉપાધ્યાયની અરજીની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે ઉપરોકત નિર્દેશ આપ્યા હતો

• રામજન્મભૂમિ પર હુમલાનં કાવતરું નિષ્ફળ, જૈશના ૪ આતંકીની ધરપકડ: જમ્મુ-કાશ્મીર પોલીસે પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદના ચાર આતંકવાદીની ધરપકડ કરી અયોધ્યામાં રામમંદિર અને પાનીપતમાં આવેલી રિફાઈનરી પર આતંકવાદી હુમલાનું કાતરું નિષ્ફળ બનાવ્યું હતું. પાકિસ્તાનમાં જૈશ-એ-મોહમ્મદના આતંકી સરગણાઓના સંપર્કમાં રહેલા ચાર આતંકવાદીની જમ્મુ ખાતેથી ધરપકડ કરાઈ હતી. પાકિસ્તાન સ્થિત આતંકી સરગમાઓએ આ ચાર પૈકીના એકને ઉત્તરપ્રદેશ . એકને અયોધ્યામાં રામજન્મભૂમિએ અને એકને પાનીપતમાં આવેલી રિફાઈનરીની રેકી કરવા નિયુક્ત કર્યો હતો. જોકે આ ટેરર મોડ્યૂલ તેમના ઇરાદાઓને અંજામ આપે તે પહેલાં જ પોલીસે કાવતરું નિષ્ફળ બનાવ્યું હતું.
• હિમાચલમાં પહાડ તુટતાં ચંદ્રભાગા નદીનું વહેણ અટક્યુંઃ હિમાચલપ્રદેશના લાહૌલ-સ્પીતિના નાલડા વિસ્તારમાં પહાડ તુટીને ચંદ્રભાગા નદીમાં પડતાં નદીનું વહેણ અટકી ગયું છે. સ્થાનિક ઘણા ગામો માટે જોખમ સર્જાયું છે. નદીનું વહેણ અટકતાં જૂંડા, તડંગ અને જસરથ ગામોની સેંકડો વીઘા જમીન પાક સાથે જળમગ્ન થઇ ગઇ છે. જ્યારે જસરથ અને તડંગ ગામના લોકો જીવ બચાવવા ઘર છોડીને ભાગ્યા. જસરથ ગામ જોખમગ્રસ્ત છે. જસરથ પુલના એક છેડા સુધી પાણી પહોંચી ગયું છે.
• માર્કેટમાં ગૂડ ફ્રાઇડે: સેન્સેક્સ ૫૫ હજાર, નિફ્ટી ૧૬,૫૦૦ને પાર: ભારતીય શેરબજારે ગત તા. ૧૩ ઓગસ્ટના શુક્રવારે તેજીવાળાઓના સંપૂર્ણ નિયંત્રણ વચ્ચે ઐતિહાસિક સપાટી પર ટ્રેડ દર્શાવ્યો હતો. જેમાં બીએસઈ સેન્સેક્સ ૧.૦૮ ટકા અથવા ૫૯૩ પોઈન્ટ્સ ઊછળી ૫૫,૪૩૭ની સર્વોચ્ચ ટોચ પર બંધ રહ્યો હતો. જ્યારે એનએસઈ નિફ્ટી-૫૦એ ૧૬૪ પોઈન્ટ્સના સુધારે ૧૬,૫૨૯ના સ્તરે બંધ દર્શાવ્યું હતું. એક દિવસમાં શેરબજાર રોકાણકારોની માર્કેટ વેલ્થ રૂ. ૧.૪ લાખ કરોડની વૃદ્ધિ સાથે
રૂ. ૨૪૦.૨૩ લાખ કરોડના વિક્રમી સ્તરે પહોંચી હતી.
• કોંગોમાં ભારતીયો પર હુમલા, દુકાનો લુંટી, ઘરોમાં તોડફોડ: મધ્ય આફ્રિકા દેશ કોંગોમાં સ્થાનિક લોકોએ ભારતીય મૂળના લોકો પર હુમલા કર્યા હતા. તેમની દુકાનો લુંટી અને ઘરોમાં તોડફોડ કરી હતી. કોંગો પોલીસે જણાવ્યું કે અમુક દિવસ પહેલાં ભારતનાં બેંગ્લુરુમાં કોંગોના વિદ્યાર્થીનું મૃત્યું થયું હતું. તેના લીધે કોંગોના લોકો રોષ ભરાયા છે. વિદ્યાર્થીઓનાં મૃત્યુને લીધી ગત અઠવાડિયે કિન્શાસામાં આવી જ ઘટનાઓ બની હતી. ત્યારે પણ અનેક ભારતીયો દુકાનો લુંટી લેવાઇ હતી.
• હૈતની ભૂકંપનો મૃતકાંક ૧૨૯૭ અને ૫૭૦૦ ઘાયલઃ હૈતીમાં થયેલા ૭.૨ની તીવ્રતાવાળા ભૂકંપમાં મૃતકોની સંખ્યા ૧૨૯૭ થઇ છે, જ્યારે ઘાયલોનો આંક પણ ૫૭૦૦ પર પહોંચ્યો છે. કૈરેબિયન દેશ હૈતીમાં થયેલા ભૂકંપમાં ગામના ગામ વેરાન થઇ ગયા છે. હજારોની સંખ્યામાં લોકો, ઘર નાશ પામતા, વિસ્થાપિત થઇ ગયા છે. ભૂકંપપીડિતો ભીષણ ગરમીમાં ખુલ્લા આકાશ નીચે રહી રહ્યા છે. કોરોના મહામારી અને હિંસાની ઘટનાઓ વચ્ચે પ્રાકૃતિક આપદામાં રાહત કાર્યમાં મુશ્કેલીઓ ઊભી થઇ રહી છે. હૈતીમાં થોડા સમય અગાઉ રાષ્ટ્રપતિની હત્યા થઇ હતી. દેશના વડાપ્રધાન એરિયલ હેનરીએ દેશમાં એક માસ માટે કટોકટી લાદી છે.
• પીઓકેમાં દેખાવો, લોકોએ કહ્યું, કિંમત ચુકવ્યા પછી પણ અમને જરૂરી સુવિધાઓ મળતી નથીઃ પાકિસ્તાનના કબજા હેઠલના ગિલગિટ-બાલિસ્તાન વિસ્તારમાં વહીવટ ઉદાસીનના સામે સેંકડો લોકો અને વિદ્યાર્થીઓએ વિરોધી કર્યો હતો. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે ફી ભરવા છતાં શાળાઓમાં શિક્ષકો તેમને ભણાવવા આપતા નથી. તે જ સમયે, સ્થાનિકોએ કહ્યું કે મૂળભૂત સુવિધાઓ અપાતી નથી. પીવાના પાણીમાં રોજ ગટનું પાણી આવે છે. અહીં અમે સતત વહીવટ સામે અવાજ ઉઠાવી છીએ. તાજેતરમાં નાગરિક સમાજના સંગઠનોના સભ્યો અને નાગરિકોએ સ્કર્ડુ નગરમાં વીજળી નિષ્ફળતાને લઇને વિરોધ પ્રદર્શન કર્યું હતું.


comments powered by Disqus