ભારતની મનસા સહિતની ૧૭ સુંદરીઓને કોરોના થતાં મિસ વર્લ્ડ સ્પર્ધા સ્થગિત

Tuesday 21st December 2021 15:21 EST
 

સાન જુઆનઃ પ્યુર્ટો રિકોના સાન જુઆનમાં યોજનારી મિસ વર્લ્ડની સ્પર્ધા તાત્કાલિક સ્થગિત કરી દેવામાં આવી છે. ભારતની મનસા વારાણસી સહિતની ૧૭ સુંદરીઓનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા આયોજકોએ ઈવેન્ટ પાછી ઠેલી હોવાની જાહેરાત કરી હતી. કોરોના પોઝિટિવ યુવતીઓને ક્વોરન્ટાઈન કરી દેવામાં આવી છે.
પ્યુર્ટો રિકોના સાન જુઆનમાં મિસ વર્લ્ડની સ્પર્ધા યોજાવાની હતી.
આયોજકોએ તાત્કાલિક પોઝિટિવ આવેલી સુંદરીઓની સારવાર કરાવીને તેને ક્વોરન્ટાઈન કરી દીધી છે. તે સિવાયના સ્ટાફ અને સ્પર્ધકોનું મેડિકલ ચેકિંગ શરૂ કરાયું હતું.
મિસ ઈન્ડિયાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં મનસા વારાણસીને કોરોના થયો હોવાની જાણકારી આપવામાં આવી હતી. મિસ ઈન્ડિયાની પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે મિસ વર્લ્ડની જે સ્પર્ધકોને કોરોના થયો છે, એમાં મનસાનો પણ સમાવેશ થાય છે.
મનસા વારાણસીએ ૨૦૨૦ના વર્ષનું મિસ ઈન્ડિયાનું ટાઈટલ મેળવ્યું હતું. તેને મિસ ઈન્ડિયામાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી હતી. ૨૧મી માર્ચ, ૧૯૯૭માં જન્મેલી મનસા વારાણસી મોડેલ તરીકે પણ ફેશન ઈન્ડસ્ટ્રીમાં સક્રિય છે.


comments powered by Disqus