દાવોસઃ વર્લ્ડ ઇકોનોમિક્સ ફોરમ (WEF)એ દાવોસમાાં મળનારી પોતાની વાર્ષિક બેઠક ઓમિક્રોન વેરિએન્ટને કારણે હાલ સ્થગિત કરી છે. જાન્યુઆરીમાં આયોજિત થનારી આ બેઠક હવે વર્ષ ૨૦૨૨ના મધ્યમાં યોજાશે. બેઠકના આયોજકોએ કહ્યું હતું કે ઓમિક્રોનને કારણે પ્રવર્તમાન અનિશ્ચિતતાને કારણે બેઠકને હાલ સ્થગિત કરાઈ છે અને હવે તે ઉનાળાની શરૂઆતમાં આયોજિત કરાશે. મહામારીનીવર્તમાન સ્થિતિને જોતા વૈશ્વિક નેતાઓની બેઠકમાં વ્યક્તિગત હાજરી એકદમ મુશ્કેલ બની છે. બેઠક માટે ચુસ્ત આરોગ્ય પ્રોટોકોલ બનાવાયા હોવા છતાં પણ, ઓમિક્રોનના ચેપનો પ્રસાર અને પ્રવાસ પર તેની અસરોને જોતા બેઠકને સ્થગિત રાખવી જરૂરી બની હતી. દાવોસમાં સતત બીજા વર્ષે બેઠકનું આયોજન રદ કરાયું છે અને ૨૦૨૧માં બેઠકને સિંગાપોર સ્થળાંતરિત કરવાનો નિર્ણય લેવાયો હતો પણ પાછલથી બેઠક રદ કરાઈ હતી. આયોજકો જલદી જ બેઠક માટે નવી તારીખોની જાહેરાત કરશે.ો
