શ્રીલંકાએ તમિલનાડુના ૪૩ માછીમારોની ધરપકડ કરી

Tuesday 21st December 2021 15:24 EST
 

કોલંબોઃ શ્રીલંકાની નેવીએ તમિલનાડુના ૪૩ માછીમારોની ધરપકડ કરી છે અને તેમની ૬ હોડીઓ જપ્ત કરી લીધી છે તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. તમિલનાડુના માછીમારી એસોસિએશને આ માછીમારોની તાત્કાલિક મુક્તિની માગણી કરી છે. તેમણે જણાવ્યું છે કે તેઓ આ માછીમારોની મુક્તિની માગ માટે દેખાવો કરશે અને અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી જશે. માછીમારી વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર ૧૮ ડિસેમ્બરે માછીમારો ૫૦૦ હોડીઓમાં રવાના થયા હતા. તૈ પૈકી ૪૩ની ધરપકડ કરાઈ હતી. અને છ હોડીઓ જપ્ત કરાઈ હતી. રામેશ્વરમના સાંસદ કે. નાવસ કાનીએ કેન્દ્રિય પ્રધાનો સાથે વાત કરીને તેમની મુક્તિ માટે અપીલ કરી છે. તેમણે જણાવ્યું છે કે આ માછીમારો અને તેમની હોડીઓની મુક્તિ માટે કેન્દ્ર સરકાર તાત્કાલિક પગલાં ભરે.


comments powered by Disqus