ગુજરાતીઓ લોકડાઉનનો ભંગ કરવામાં સમગ્ર દેશમાં મોખરે

Tuesday 21st September 2021 13:50 EDT
 

અમદાવાદઃ નેશનલ ક્રાઈમ રેકર્ડ બ્યૂરોના ૨૦૨૦ના આંકડા મુજબ કોવિડ મહામારીમાં લોકડાઉનના જાહેરનામાનો ભંગ કરવામાં ગુજરાતીઓ અવ્વલ નંબરે આવ્યા તો બીજા નંબર મહારાષ્ટ્રના લોકો છે. દેશમાં ૨૦૨૦માં માર્ચથી મે દરમિયાન સજ્જડ લોકડાઉન રહ્યા બાદ નિયમો હળવા કરવામાં આવ્યા હતા. આ દરમિયાન દેશભરમાં જાહેરનામા ભંગના ૬,૧૨,૧૭૯ કેસો કરવામાં આવ્યા હતા. જેમાં ગુજરાતમાં સૌથી વધુ અને બીજા નંબરે મહારાષ્ટ્રમાં જાહેરનામા ભંગના કેસો કરવામાં આવ્યા હતા. લોકડાઉન દરમિયાન દેશમાં થયેલા કુલ છ લાખથી વધુ જાહેરનામા ભંગના કેસોમાંથી ૩૩ ટકા કેસ તો એક માત્ર ગુજરાતમાં નોંધાયા છે. ગુજરાતમાં જાહેરનામા ભંગ અંગે ૨,૨૭,૯૦૯, મહારાષ્ટ્રમાં ૧,૩૯,૭૫૩, ઉત્તરપ્રદેશમાં ૪૦૩૬૧, દિલ્હી ૩૨૬૪૮, મણીપુરમાં ૦ અને લક્ષદ્રીપમાં ૪ કેસનો સમાવેશ થાય છે. આમ, કોવિડ મહામારીમાં લોકડાઉનનો ભંગ કરવામાં ગુજરાતીઓ અવ્વલ રહ્યા હતા. 


    comments powered by Disqus