રાજના કામકાજથી હું અજાણઃ શિલ્પા

Thursday 23rd September 2021 02:08 EDT
 
 

પોર્નોગ્રાફિક કન્ટેન્ટ કેસમાં રાજ કુંદ્રા મુખ્ય સૂત્રધાર છે અને કરોડો રૂપિયાની કાળી કમાણી કરી છે. મુંબઇ પોલીસે કોર્ટમાં રજૂ કરેલી ૧૫૦૦ પાનાની ચાર્જશીટમાં આ આરોપો શિલ્પા શેટ્ટીના પતિ સામે મૂક્યા છે. ચાર્જશીટ અનુસાર, રાજ કુંદ્રાની પત્ની અને ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ પોલીસ સમક્ષ નિવેદન આપ્યું છે કે હું મારા કામકાજમાં વ્યસ્ત હોઉ છું. અને રાજ કુંદ્રા શું કરે છે તેની ખબર નથી. પોલીસે ચાર્જશીટમાં શિલ્પા શેટ્ટી અને શર્લિન સહિત ૪૩ લોકોને સાક્ષી બનાવ્યા છે. બીજી તરફ, બે માસથી કસ્ટડીમાં રહેલા રાજ કુંદ્રાને કોર્ટે સોમવારે રૂ. ૫૦ હજારના બોન્ડ પર મુક્ત કર્યો છે.
પોલીસે દાવો કર્યો છે કે જે યુવતીઓ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અને ફિલ્મોમાં કામ મેળવવા સંઘર્ષ કરતી હતી તેનાં અશ્લીલ દૃશ્યોનું શૂટિંગ કરીને શોષણ કરાતું હતું. આ રીતે બનાવેલી પોર્ન ફિલ્મો એપ્લિકેશન પર અપલોડ કરીને રાજ કુંદ્રાએ કરોડોની કમાણી કરી છે. આ કેસમાં પોલીસે કુંદ્રા અને સહયોગી રયાન થોર્પેની ૧૯ જુલાઈએ ધરપકડ કરી છે. ચાર્જશીટનાં સમાચાર વચ્ચે શિલ્પા શેટ્ટી દર્શન કરવા માતા વૈષ્ણોદેવીનાં દરબારમાં પહોંચી હતી.
લંડનનો પ્રદીપ બક્ષી વોન્ટેડ
ચાર્જશીટમાં જેમના નામ છે તેવા સિંગાપોરનાં રહીશ યશ ઠાકુર અને લંડનનાં પ્રદીપ બક્ષીને વોન્ટેડ આરોપી દર્શાવવામાં આવ્યા છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એપ્રિલમાં નવ વ્યક્તિઓ સામે પહેલી ચાર્જશીટ દાખલ કરાઇ હતી.
પોલીસે ચાર્જશીટમાં જણાવ્યું છે કે અશ્લીલ દૃશ્યો માટે મહિલાઓનું શોષણ કરાતું હતું અને તેમને નજીવી રકમ અપાતી અથવા તો મફતમાં કામ કરાવાતું હતું. કુંદ્રા અને તેના સાથી થોર્પેએ વોટસએપ ચેટિંગ તેમજ અન્ય પુરાવાનો નાશ કર્યો હતો.


comments powered by Disqus