નવી દિલ્હી: સંયુક્ત રાષ્ટ્રની તાજેતરમાં મળેલી જનરલ બેઠકમાં યુએન સેક્રેટરી જનરલ તરીકે વર્તમાન સેક્રેટરી જનરલ એન્તોનિયા ગુટેરેસને વધુ એક ટર્મ માટે ચૂંટી લીધા હતા. સિક્યુરિટી કાઉન્સિલના તમામ ૧૯૩ સભ્યોએ એકમતે એન્તોનિયોનું નામ સૂચવ્યુ હતું. તેઓ ૧ જાન્યુઆરી ૨૦૨૨થી પોતાની બીજી મુદ્દતની શરૂઆત કરશે. જે ૩૧ ડિસેમ્બર ૨૦૨૬ સુધી ચાલશે. યુએનની આ ૭૫મી સામાન્ય બેઠક હતી. તેમાં પ્રમુખ વોલ્કાન બોઝિકરે જાહેરાત કરી હતી કે એન્તોનિયોને સંયુક્ત રાષ્ટ્રના સેક્રેટરી જનરલના પદ માટે બીજી ટર્મમાં ચાલુ રાખવાનો નિર્ણય સર્વાનુમતે લેવામાં આવ્યો હતો. ત્યાર પછી શપથ લેવડાવવામાં આવ્યા હતા.