તહેરાનઃ ઇરાનમાં સુપ્રિમકોર્ટના ચીફ જસ્ટિસ ઇબ્રાહિમ રઇસી રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઇ આવ્યા છે. ઇરાન મંત્રી રહેમાની ફાજિલે આ જાહેરાત કરી હતી. આશરે ૨.૯ કરોડ લોકોએ વોટ આપ્યા હતા. તેમાંથી રઇસીને ૧.૮૦ કરોડ(૬૨ટકા) વોટ મળ્યા હતા. આ વખતે ચૂંટણીમાં આશરે ૫.૯૦ કરોડ રજિસ્ટર્ડ મતદાર હતા. તેમાંથી ૪૮.૮ટકાએ મતદાન કર્યું. જોકે ૨૦૧૭ની રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ૭૩ ટકા લોકો મતદાન કર્યું હતું. અગાઉ ઇરાની સ્ટુડન્ટ્સ વોટિંગ એજન્સીએ અંદાજ લગાવ્યો હતો કે કુલ રજિસ્ટર્ડ મતદારોમાંથી ૪૨ટકા જ મતદાન કરશે. તેનું કારણ એ જણાવાયું હતું કે સેંકડો ઉમેદવારોને ચૂંટણી લડવા માટે અયોગ્ય જાહેર કરાયા છે.