જિનિવાઃ અમેરિકન પ્રેસિડેન્ટ બિડેન અને રશિયન પ્રેસિડેન્ટ વ્લાદિમિર પુટિન વચ્ચેની પહેલી શિખર મંત્રણા પૂર્ણ થઈ છે. બંને નેતાઓ વચ્ચે બુધવારે ઘણા મુદ્દા પર ચાર કલાક ચર્ચા થઈ હતી. આ સાથે બિડેનનો લગભગ સપ્તાહ લાંબો યુરોપિયન પ્રવાસ પૂરો થયો છે.
બિડેને જણાવ્યું હતું કે વિશ્વ નિર્ણાયક તબક્કે ઊભું છે, જ્યાં લોકશાહી અને સરમુખત્યારશાહી વચ્ચે અસ્તિત્વની લડાઈ ચાલી રહી છે. પુતિન આ સરમુખત્યારશાહીનો જ એક ભાગ હોવાને કારણે કેટલાક વર્તુળોએ સમિટમાં ભાગ લેવા માટે બિડેનની ટીકા કરી હતી. પુટિને જણાવ્યું હતું કે બંને દેશના એમ્બેસેડર્સ ટૂંક સમયમાં તેમના સ્થાને પરત ફરશે એ બાબતે અમે સંમત થયા છીએ. સંવેદનશીલતાના પ્રતીક તરીકે વ્હાઈટ હાઉસે બંને નેતાને સ્વતંત્ર પત્રકાર પરિષદ યોજવાનો આગ્રહ કર્યો હતો. જેની શરૂઆત પુટિને કરી હતી.
પુટિન રશિયાના સોચી ખાતેથી રવાના થઈ સમિટમાં ભાગ લેવા પહોંચ્યા હતા. થોડા સમય પછી બિડેનનો કાફલો પણ લેક જિનિવા પાસેના ૧૮મી સદીના સ્વિસ વિલામાં યોજાયેલા આ સમિટ માટે આવી પહોંચ્યો હતો. ત્યાર પછી રશિયા, અમેરિકા અને સ્વિત્ઝર્લેન્ડના ધ્વ ફરકાવવામાં આવ્યા હતા.