આકાશમાં ૧૫ હજાર ફૂટ ઊંચે વિમાનમાં અગનજ્વાળાઃ ૨૪૧ પ્રવાસીનો બચાવ

Saturday 27th February 2021 02:12 EST
 

ડેનવરઃ અમેરિકામાં યુનાઈટેડ એરલાઈન્સનાં એક વિમાનનું  એન્જિન ટેકઓફ થયા બાદ હવામાં જ ફેલ થઈ ગયું હતું અને એન્જિનમાં આગ લાગી હતી. વિમાન ડેનવરથી હોનોલૂલૂ જઈ રહ્યું હતું. વિમાન ૧૫,૦૦૦ ફૂટ ઉંચે હતું ત્યારે આ દુર્ઘટના બની હતી. એન્જિનમાં મોટો વિસ્ફોટ થયો હતો અને ઢાંકણ નીચે પડયું હતું. જોકે પાઈલટે સમય સુચકતા દાખવી કન્ટ્રોલ ઓથોરિટીને જાણ કરી અને પ્લેનને ડેનવર પાછું વાળ્યું હતું. પ્લેનમાં ૨૩૧ મુસાફરો અને ૧૦ ક્રૂ મેમ્બર્સ હતા. તમામનો આબાદ બચાવ થયો હતો. એરપોર્ટ પાસેના વિસ્તારોમાં વિમાનનો કાટમાળ પડવાથી લોકોમાં ભય ફેલાઈ ગયો હતો.


comments powered by Disqus