ગૂગલે વિદ્યુતને વિશ્વના શ્રેષ્ઠ માર્શલ આર્ટિસ્ટની યાદીમાં સ્થાન આપ્યું

Monday 01st March 2021 01:45 EST
 
 

ભારતના સૌથી યુવા ફિટનેસ સ્ટાર અને બોલિવૂડ એક્શન મૂવીમાં જોરદાર સ્ટન્ટ કરનાર વિદ્યુત જામવાલે સોમવારે વૈશ્વિક સ્તરની સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ગૂગલે વિશ્વના શ્રેષ્ઠ માર્શલ આર્ટિસ્ટ જૈકી ચૈન, બ્રુસ લી, જેટ લી, ચક્ર નોરિસ, ડોની યેન, ટોની જા સ્ટિવન સિગલ સાથે વિદ્યુત જામવાલનાં નામનો સમાવેશ કરીને દુનિયાના શ્રેષ્ઠ માર્શલ આર્ટિસ્ટમાં તેમને સ્થાન આપ્યું છે. ગૂગલે ‘૧૦ People you Don't want to Mess with’ લિસ્ટ જાહેર કર્યું હતું તેમાં સામેલ વિદ્યુત જામવાલ આ સન્માન મેળવનાર પ્રથમ ભારતીય છે. સોશિયલ મીડિયા પર આ સમાચાર વહેતા થતાની સાથે જ ટ્વિટર પર #vidyutjammwal ટ્રેન્ડિંગ થયું હતું. લિસ્ટમાં વિદ્યુતની સાથે રશિયન રાષ્ટ્રપતિ વાલ્દિમીર પુતિન અને ‘મેન વર્સિસ વાઈલ્ડ’ શોના હોસ્ટ બેયર ગ્રિલ્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. વિદ્યુતે ‘ફોર્સ’ ફિલ્મથી અભિયની દુનિયામાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં વિદ્યુતે વિલનની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં દર્શકોને વિદ્યુતના અભિનયની સાથે તેના એક્શન સ્ટન્ટ ખૂબ પસંદ આવ્યાં હતાં. ત્યાર બાદ ‘કમાન્ડો’ ફિલ્મમાં વિદ્યુત મુખ્ય અભિનેતા તરીકે દેખાયો હતો. 


comments powered by Disqus