મેલબોર્નઃ દુનિયાના નંબર-વન ખેલાડી નોવાક જોકોવિચે રવિવારે ઓસ્ટ્રેલિયન ઓપનની મેન્સ સિંગલ્સ ફાઇનલમાં દાનિલ મેડવેડેવને ત્રણ સીધા સેટમાં ૭-૫, ૬-૨, ૬-૨થી હરાવીને ટ્રોફી જીતી લીધી છે. જોકોવિચ માટે આ નવમો ઓસ્ટ્રેલિયન ઓપન ખિતાબ છે. સમગ્રતયા જોઈએ તો આ ખિતાબ સાથે તેણે કુલ ૧૮ ગ્રાન્ડ સ્લેમ જીત્યા છે. નોંધનીય છે કે જોકોવિચથી ફક્ત બે ટેનિસ સ્ટાર જ આગળ છે. રોજર ફેડરર અને રફેલ નડાલે ૨૦ ગ્રાન્ડ સ્લેમ જીત્યા છે. નોંધનીય છે કે જોકોવિચ ગયા મે મહિનામાં ૩૪ વર્ષનો થયો હતો અને પાછલા ૧૫ વર્ષથી પોતાનો દબદબો કાયમ કરનારા ફેડરર અને નડાલની જમાતનો ખેલાડી છે. તેની સામે ૨૫ વર્ષનો મેડવેડેવ વિશ્વ ટેનિસની નવી પેઢીનો ખેલાડી છે. પાછલા ૧૬ ગ્રાન્ડ સ્લેમમાંથી ૧૫ ટાઇટલ તો આ ત્રણ અનુભવી ખેલાડીઓએ જ કબ્જે કર્યા છે. જો નડાલને લાલ કોર્ટનો બાદશાહ કહેવામાં આવે છે તો મેલબોર્ન પાર્કનો ધુરંધર જોકોવિચ છે.

